ગુજરાતની ગાંધીનગર દક્ષિણ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોરની 40 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના હિમાંશુ પટેલની હાર થઈ છે.આ વખતની ટર્મમાં ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 7635590.46 ની જંગમ મિલકત છે. તેમણે FY BA સુધીનો અભ્યાસ કર્યો છે. કોગ્રેંસે ડો.હિમાંશુ પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 11211443.94 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને Phd નો અભ્યાસ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે દેવેન્દ્રભાઈ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 1419000 ની જંગમ મિલકત છે. તેઓ ધોરણ -12 પાસ છે.
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શંભુજી ઠાકોરે આ બેઠક પર 1,07,480 મતોથી વિજયી બન્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી હિરાજી સોલંકીને હાર આપી હતી. વર્ષ 2017માં ભાજપને 49.86% અને કોંગ્રેસને 44.51% વોટ મળ્યા હતા. આ બેઠક વર્ષ 2007થી ભાજપના દિગ્ગજ નેતા શંભુજી છેલાજી ઠાકોરના હાથમાં છે. વર્ષ 2002માં દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ડો. સી.જે. ચાવડા વિજયી બન્યા હતા.
ગાંધીનગર તાલુકાના 60થી વધુ ગામડા ધરાવતી આ બેઠક પર છેલ્લા 3 ટર્મથી ભાજપનો દબદબો છે. ગ્રામ્ય વિસ્તાર ધરાવતી આ બેઠક પર કોંગ્રેસના જિલ્લા સંગઠનની જોઈએ તેટલી પકડ નથી. આંતરિક જુથબંધીને કારણે આ બેઠક પર કોંગ્રેસ નબળી હોવાનું મનાય છે.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ