
ગુજરાતની દેવભૂમિ દ્વારકા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે તો કોંગ્રેસના મૂળુભાઈ કંડોરિયાની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે મુલુભાઈ રમણભાઈ કંડોરિયાને દ્વારકાથી ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 6,54,79,253ની જંગમ મિલકત છે. તેમને BA સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે ફરી એકવાર પબુભા વિરમભા માણેકને ટિકિટ આપી છે અને ઉમેદવાર બનાવ્યા છે. તેમની પાસે રૂપિયા 26,91,44,213ની જંગમ મિલકત છે. પબુભાના અભ્યાસની વાત કરીએ તો તેમને માત્ર ધોરણ 3 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે લક્ષ્મણભાઈ બોગનભાઈ નકુમને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 3,65,010ની જંગમ મિલકત છે. લક્ષ્મણભાઈએ માત્ર ધોરણ 10 પાસ કર્યુ છે.
2017ની ચૂંટણીમાં પબુભા માણેકને 73431 મત મળ્યા હતા, તેની સામે કોંગ્રેસના ઉમેદવારને 67692 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પર 5739 મતોથી હાર થઈ હતી. 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એ સમયે પબુભા સામે કૉંગ્રેસના ધારાસભ્ય મેરામણ આહિર હતા, જેમની પબુભા સામે હાર થઈ હતી. એપ્રિલ 2019માં ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2017માં દ્વારકા બેઠક પર થયેલી વિધાનસભાની ચૂંટણીને રદ કરી દીધી હતી.
દ્વારકા મત વિસ્તારમાં કુલ 261861 મતદારો છે, જેમાં 136604 પુરૂષ, 125252 મહિલા અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દ્વારકા મતવિસ્તારમાં 58.88% મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક પર મુખ્યત્વે સવર્ણોનો દબદબો રહે છે. આંકડાકીય રીતે વાત કરવામાં આવે તો અહીં અનુસૂચિત જાતિ 6.78% અને અનુસૂચિત જનજાતિ 1.29% છે. જ્યારે સવર્ણ હિદુઓ 84.65% અને મુસ્લિમો 15.00% છે.
દ્વારકા બેઠકની વાત કરીએ તો અહીં પક્ષ કરતાં વ્યક્તિનું પ્રભુત્વ વધુ દેખાય છે. પબુભા માણેક એક એવા નેતા છે કે જે પાર્ટીના બેનર વગર અને બેનર સાથે વિજયી થયેલા છે. તેઓ અપક્ષ તરીકે પણ જીત્યા છે. કોંગ્રેસમાં પણ જીત્યા છે અને બાદમાં ભાજપમાંથી પણ ચૂંટાયા છે. છેલ્લા ત્રણ દાયકાથી એમનું આ બેઠક પર પ્રભુત્વ રહ્યું છે.
આ પણ વાંચો:
Published On - 3:01 am, Thu, 8 December 22