Dascroi Assembly Election 2022
ગુજરાતની દસ્ક્રોઈ બેઠકનું પરિણામ 2022 LIVE Updates : Gujarat Election 2022 દસક્રોઈ વિધાનસભા બેઠક પર ભાજપના બાબુ પટેલની 1.50 લાખથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદી ઝાલાની હાર થઈ છે.
અમદાવાદ જિલ્લાની દસક્રોઈ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદ ઝાલાને ટિકિટ આપી છે. તેમણે ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. તેમની પાસે 58,21,623ની જંગમ મિલકત છે. જ્યારે ભાજપે બાબુ જમના પટેલને ટિકિટ આપી છે. તેમણે ઓલ્ડ એસ.એસ.સી સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 25,76,112ની જંગમ મિલકત છે. જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ કિરણ પટેલને ટિકિટ આપી છે. તેમણે બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે, તેમની પાસે 30,52,730 રૂપિયાની જંગમ મિલકત છે.
દસ્ક્રોઇ બેઠક પર વર્ષ 2017માં ભાજપના ઉમેદવારે જીત મેળવી હતી.
અમદાવાદ જિલ્લાની દસ્ક્રોઇ વિધાનસભા બેઠકના વર્ષ 2017ના પરિણામ પર નજર કરીએ તો દસ્ક્રોઇ બેઠક પર વર્ષ 2017માં ભાજપના ઉમેદવારે જીત મેળવી હતી. ભાજપના ઉમેદવાર બાબુભાઈ જમનાદાસ પટેલે કોંગ્રેસના પટેલ પંકજભાઈ ચીમનભાઈને 45065 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. જેમાં ભાજપના ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલને 1,27,432 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પંકજ પટેલને 82,367 મત મળ્યા હતા.
વર્ષ 1990 થી આ બેઠક પર ભાજપના ઉમેદવાર સતત જીતવા આવ્યા છે.
અમદાવાદ જીલ્લાની Daskroi વિધાનસભા બેઠક પરના અત્યાર સુધીના પરિણામ પર નજર કરીએ તો જણાશે કે આ બેઠક પર વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલે કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ બારિયાને 21.62 ટકા મતની હરાવીને બેઠક મેળવી હતી. જયારે વર્ષ 2007 માં પણ આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલે કોંગ્રેસના ઉમેદવાર મનુભાઈ ઠાકોરને 23,342 મતથી હરાવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2002 માં પણ ભાજપના ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલે આ બેઠક જીતી હતી. તેમજ વર્ષ 1990 થી આ બેઠક પર ભાજપના ઉમેદવાર સતત જીતવા આવ્યા છે.
અમદાવાદ જીલ્લાની Daskroi વિધાનસભા બેઠક પરના જાતીય સમીકરણ પર નજર કરીએ તો મતદારોમાં ઠાકોર 24. 6 ટકા , પાટીદાર 21.4 ટકા , દલિત 8.7 ટકા , ક્ષત્રિય 8. 0 ટકા અને અન્ય 37. 4 ટકા છે. આમ, જોવા જઈએ મહદઅંશે આ ગ્રામીણ બેઠક છે. જેના લીધે એપીએમસી અને જીલ્લા પંચાયતના પરિણામોની અસર પર પરિણામ પર પડે છે. આ બેઠક પર ઠાકોર અને પટેલ મતદારો ખાસ્સા એવા પ્રભાવી જોવા મળે છે.
દસક્રોઈ વિધાનસભા બેઠકમાં લપકામણ, લીલાપુર, ખોડીયાર, છારોડી, જગતપુર, હેબતપુર, ભાડજ, શીલજ, ચેનપુર, ઓગણજ, ઘુમા, શેલા, સોલા, બોડકદેવ, ગોતા (શહેર), થલતેજ (શહેર), બોપલ (શહેર)નો સમાવેશ થાય છે. 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં દસક્રોઈ વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 56.93 નોંધાઈ હતી.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ