Dabhoi Election Result 2022 LIVE Updates: ડભોઈ બેઠક પર ભાજપના શૈલેષ મહેતાની જીત

Dabhoi MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: ડભોઈ બેઠક પર શૈલેષ મહેતાની જીત થઈ છે ત્યારે આ બેઠક ઉપરથી 2017માં ચુડાસમા વિમલભાઈ કાનાભાઈ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

Dabhoi Election Result 2022 LIVE Updates:  ડભોઈ બેઠક પર ભાજપના શૈલેષ મહેતાની જીત
DabhoiImage Credit source: TV9 GFX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 6:53 PM

ગુજરાતની ડભોઈ બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election 2022  ડભોઈ બેઠક પર ભાજપના શૈલેષ મહેતાની જીત થઈ છે. ડભોઈથી આ વખતની ટર્મમાં કોંગ્રેસે બાલકિશન પટેલને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 1,76,56,348ની જંગમ મિલકત છે. તેમને ધોરણ 10 (એસ.સી.સી ઓલ્ડ) સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે શૈલેશ મહેતાને ટિકિટ આપી હતી. તેમની પાસે રૂપિયા 1,36,10,800ની જંગમ મિલકત છે. શૈલેશ મહેતાના અભ્યાસની વાત કરીએ તો તેમને બી.એસ.સી સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે અજિત ઠાકોરને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 43,31,879ની જંગમ મિલકત છે. અજિત ઠાકોરે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. અહીં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે.

2017માં પણ ભાજપનો ભવ્ય વિજય

ડભોઈ વડોદરાના ખુબ જૂના શહેરોમાંનું એક હોવાથી તેનું રાજકીય મહત્વ ઘણું છે. ડભોઈમાં વણિક વસ્તીનું પ્રમાણ વધારે છે. તે સાથે પટેલ અને મુસ્લિમ વસ્તી પણ અહીં વસે છે. ગુજરાત રાજ્યની 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ડભોઈ વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 48.46 નોંધાઈ હતી. 2017માંના ઉમેદવાર શૈલેષભાઈ મહેતા(સોટ્ટા)એ કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલને 2,839ની પાતળી સરસાઈથી હરાવ્યા હતા.

ડભોઈ બેઠકનું જાતિગત સમીકરણ

ડભોઈ વિધાનસભા બેઠકમાં કુલ 2,28,045 મતદાર છે, જેમાં 1,16,685 પુરુષ મતદાર અને 1,11,355 મહિલા મતદારનો સમાવેશ થાય છે. વડોદરા જિલ્લાની બેઠકો ભાજપ માટે સૌથી સુરક્ષિત બેઠકો માનવામાં આવે છે, તેમ છતાં 2017માં ભાજપે પાદરા અને કરજણની બેઠક ગુમાવવી પડી હતી અને ડભોઈની મુશ્કેલ લાગતી બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો હતો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">