ભરતનો ‘રામ’વિવાદઃ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર વિશે એવું નિવેદન આપ્યું જે સાંભળીને તમામ હિન્દુઓમાં ફેલાયો રોષ

|

May 24, 2022 | 5:01 PM

વટામણ ખાતે કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં ભરતસિંહ સોલંકીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હિન્દૂના નામે ભાગલા પડાવી રાજ કરનાર ભાજપ સરકારને ઓળખો.

ભરતનો રામવિવાદઃ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર વિશે એવું નિવેદન આપ્યું જે સાંભળીને તમામ હિન્દુઓમાં ફેલાયો રોષ
Bharatsinh Solanki

Follow us on

રામ મંદિર માટે ઉઘરાવેલી ઇંટો પર શ્વાન પેશાબ કરતા હતા. આ વિવાદીત નિવેદન આપ્યું છે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ. જાહેર કાર્યક્રમના મંચ પરથી ભરતસિંહ સોલંકીએ રામ મંદિરનો રાગ આલાપ્યો અને સભ્ય સમાજને ન શોભે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો. ભરતસિંહ આટલેથી જ ન અટક્યા, અને રામ મંદિરના નામે ભાજપ પર પણ પ્રહાર કર્યો. ભરતસિંહે ભાજપ પર રામ મંદિરના નામે રૂપિયા ઉધરાવીને લોકોને ઉલ્લુ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. મંચ પરથી ભાષણમાં અભદ્ર ભાષાના ઉપયોગ બાદ પણ ભરતસિંહ પોતાના નિવેદન પર અડગ રહ્યા. જોકે તેઓએ સ્પષ્ટતા કરી કે, તેમની ટિપ્પણી રામ મંદિર મુદ્દે નહીં, પરંતુ ભાજપની ખોટી રાજનીતિ મુદ્દે હતી.

કહેવાય છે કે શેઠની શીખામણ ઝાપા સુધી. તાજેતરમાં જ ગેની ઠાકોરને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે ટકોર કરી હતી અને અભદ્ર ભાષાના પ્રયોગથી બચવાની નેતાઓને સલાહ આપી હતી. જોકે આ સલાહને ઘોળીને પી ગયા હોય તેમ ભરતસિંહે જગદીશ ઠાકોરની હાજરીમાં જ વાણીવિલાસ કર્યો. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કોંગ્રેસ નેતાઓ કેમ રાજકીય વિવેક ગુમાવી રહ્યા છે.

વટામણ ખાતે કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં ભરતસિંહ સોલંકીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હિન્દૂના નામે ભાગલા પડાવી રાજ કરનાર ભાજપ સરકારને ઓળખો. તેમણે એમ પણ કહ્યું કે બક્ષીપંચ સમાજને સાથે રાખ્યા વગર ચૂંટણી ના જીતી શકાય. ભાજપ સરકારમાં મહત્વના ખાતા ઉજળીયાતોને અપાય છે. બક્ષીપંચ સમાજને મત્સ્યઉદ્યોગ અને નાના ખાતા અપાય છે. ભાજપમાં રહેલા આપણા ભાઈઓ જાગીને આ બાજુ આવે તો સારું.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ભાજપ સરકારમાં બક્ષીપંચ સમાજને મંત્રાલયમાં અન્યાય થાય છે. સારા ખાતા બક્ષીપંચ સમાજને આપવામાં નથી આવતામ સ્થાનિક પ્રશ્નોમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા છે. પેપર ફૂટી જાય છે, અને નોકરીઓ મળતી નથી. અંગ્રેજો કરતા પણ વધુ ભ્રષ્ટાચારી છે ભાજપ સરકાર. રામ મંદિરના નામે પૈસા ઉઘરાવનારી આ પાર્ટી છે. રામને છેતરનારા આપણને છોડે ખરા. ભાજપવાળા કોઈ પણ આવે તો સહદેવની જેમ ચૂપ નહી રહેવાનું પણ સવાલ કરજો એટલે ગામમાં ન પેસે. 85-90 સુધી જે સરકાર હતી એમાં લોકો હકથી કહેતા કે અમારી સરકાર છે.

રામ મંદિર અંગે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ભાજપ ભગવાનના નામનો ઉપયોગ રાજકારણમાં કરે છે. રામશીલા લોકોએ ગામો ગામથી અયોધ્યા મોકલાવી હતી. કુમ કુમ ચાંદલાઓ અને પૂજા કરી રામશીલા અયોઘ્યા મોકલી હતી. આ રામશીલા પર કુતરાઓ પેશાબ કરતા જોવા મળ્યા હતાં. તેમણે એમ પણ કહ્યં કે હું રામ મંદિર નો પ્રસંશક છું, મારુ નામ જ રામ ના પરિવારજન તરીકે ભરત પાડવામાં આવ્યું છે.

Published On - 3:15 pm, Tue, 24 May 22

Next Article