Gujarat Election : ‘ધાર્મિક’ કાર્ડ રમવા જતા ધાડ પડી ! કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂના મહાદેવ- અલ્લાહના વિવાદિત નિવેદન મુદ્દે નોંધાઈ ફરિયાદ

|

Nov 28, 2022 | 8:35 AM

ભાજપ દ્વારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. સભામાં મહાદેવ-અલ્લાહના નારા લગાવીને તેણે આચારસંહિતાનો ભંગ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

 ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ નેતાઓનો બફાટ પણ વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે  રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. સભામાં મહાદેવ-અલ્લાહના નારા લગાવીને તેણે આચારસંહિતાનો ભંગ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

વિવાદિત નિવેદનને લઈ ભાજપ લડી લેવાના મૂડમાં

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મહાદેવ અને અલ્લાહ અંગે આપેલા નિવેદન બાદ ધર્મના મુદ્દે ફરી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી શરૂ થઈ. ઈન્દ્રનીલે ભાજપ પર વાર કરતા કહ્યું કે ભાજપ પાસે કોઈ ચૂંટણીલક્ષી મુદ્દાઓ ન હોવાથી તે મારી ક્લિપ વાયરલ કરાવી ખોટો વિવાદ ઉભો કરી રહી છે. ભાજપની વિચારધારા જ ભાગલાવાદી છે. બીજી તરફ ભાજપના નેતા ભરત બોઘરાએ ઈન્દ્રનીલ પર પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. કોંગ્રેસની વિચારધારા પહેલેથી જ હિંદુ વિરોધી છે. તેમણે કોંગ્રેસને વિચારધારા વગરનો પક્ષ ગણાવ્યો.

Published On - 8:35 am, Mon, 28 November 22

Next Video