
ગુજરાતની રાધાનપુર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election રાધનપુર વિધાનસભા બેઠક પર ભાજપના લવિંગજી ઠાકોરની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના રઘુ દેસાઈની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે દેસાઈ રઘુનાથભાઈને ટિકિટ આપી રાધનપુરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 12235943,77 ની જંગમ મિલકત છે. તેમને SYBCOM સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે લવિંગજી મૂળજી સોલંકીને ટિકિટ આપી છે. લવિંગજી મૂળજી સોલંકીએ પોતાની જંગમ મિલકતનો ઉમેદવારી પત્રકમાં ઉલ્લેખ કર્યો નથી. અભ્યાસની વાત કરીએ તો તેમને ધોરણ -4 પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ઠાકોર લાલભાઈ રઘુભાઈને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 227355ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો MA સુધીનો અભ્યાસ કર્યો છે.
પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર કોંગ્રસનું વધૂ પ્રભુત્વ રહ્યું છે. આંદોલન દ્વારા મજબૂત નેતા તરીકે ઉભરી આવેલ OBC ચહેરો અલ્પેશ ઠાકોરે મતદારોને રીઝવવા સારો પ્રયત્ન કર્યો હતો.અહીં વિકાસની સાથે મતદારોમાં સ્થાનિક ઉમેદવારના ચહેરાની માંગ રહી હતી. પાટણ જિલ્લાની રાધનપુર -16 બેઠકની રાધનપુર મતવિસ્તારની વાત કરીએ તો બેઠકના મતદારો પશુપાલન અને ખેતી પર નિર્ભર છે.અહીંના મતદારો સિંચાઈ અને પીવા માટે પાણી ,પ્રાથમિક આરોગ્ય સુવિધા અને શિક્ષણની સુવિધાઓ માંગી રહ્યાં હતા. આ ઉપરાંત અહીંના લોકો સ્થાનિક ઉમેદવારની માંગ કરી રહ્યા હતા.
તેટલું જ નહિ રાધનપુર વિધાનસભા બેઠક પરનું જ્ઞાતિ આધારિત સમીકરણ પણ મજબૂત છે. આ બેઠક પર ઠાકોર , માલધારી અને ચૌધરી મતદારો નિર્ણાયક રહે છે. રાધનપુર વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણ અને પરિબળો પણ તેટલા જ મહત્વ ધરાવે છે. રાધનપુર વિધાનસભા બેઠક કદાવર નેતાઓની ઉમેદવારી માટે જાણીતી છે. રાધનપુર બેઠક પરથી ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા થી લઈને માણેકલાલ વખારિયા ,દેવકરણ પુરાણીયા ,ખોડિદાન ઝૂલા, હિંમતલાલ મુલાણી અને શંકર ચૌધરી સહીત અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ પણ રાધનપુર બેઠક પરથી પોતાની રાજકીય કારકિર્દી શરુ કરી ચુક્યા છે.
આ પણ વાંચો: