
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે, ત્યારે અમદાવાદમાં આજે ભાજપનાં 11 ઉમેદવારો ભરશે ઉમેદવારી ફોર્મ. મંત્રી જગદીશ વિશ્વકર્મા નિકોલ વિધાનસભા બેઠક પરથી, બાપુનગર બેઠકથી દિનેશ કુશવાહ, વેજલપુર બેઠકથી અમિત ઠાકર ઉમેદવારી ફોર્મ ભરશે. તો અમરાઇવાડી બેઠકથી ડો.હસમુખ પટેલ ફોર્મ ભરશે. આ ઉપરાંત એલિસબ્રીજથી અમીત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે. તો આ તરફ નારણપુરાથી જીતુ ભગત ઉમેદવારી નોંધાવશે.
દરિયાપુરથી કૌશીક જૈન,મણીનગરથી અમુલ ભટ્ટ પણ ફોર્મ ભરશે.અસારવાથી દર્શના વાઘેલા,જમાલપુર ખાડીયાથી ભુષણ ભટ્ટ ભરશે ફોર્મ
તો નરોડાથી ડો.પાયલ કુકરાણી ઉમેદવારી પત્ર ભરશે. તમામ ઉમેદવારો સમર્થકો અને કાર્યકરો સાથે ઉમેદવારી ફોર્મ ભરશે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ પણ ઉમેદવારો સાથે ફોર્મ ભરતી વખતે હાજર રહેશે. પરસોત્તમ રૂપાલા બાબુ જમના અને જગદીશ પંચાલ સાથે ફોર્મ ભરવા જશે. મનસુખ માંડવીયા પણ ઉમેદવારો સાથે હાર રહેશે. ઉત્તર ગુજરાતમાં સીઆર પાટીલ અને સહપ્રભારી સુધીર ગુપ્તા ઉમેદવારોનો જુસ્સો વધારવા
CM ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. તે પહેલા ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભામાં રેલી યોજશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ફોર્મ ભરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહી શકે છે અને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘટાન અમિત શાહના હસ્તે કરવામાં આવી શકે છે. તેની સાથે જ ઘાટલોડિયામાં ગૃહપ્રધાન અમિત શાહની જનસભાનું પણ આયોજન કરવામાં આવી શકે છે.