ગોવા (Goa)ભાજપ (BJP)ના તમામ 40 ઉમેદવારોને પણજી (Panji)ની હોટલ વિવાંતામાં સાંજે 6 વાગ્યા બાદ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભાજપ ચૂંટણી પરિણામો પછીની તૈયારી કરી રહી છે. પાર્ટી ચૂંટણી (Goa Assembly Election) બાદ ગઠબંધનને લઈ અહીં બેઠક કરવાનું છે, જેથી આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી શકે. આ બેઠકમાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત (Pramod Sawant), ગોવા ભાજપના નિરીક્ષકો અને પક્ષના અન્ય નેતાઓ હાજર રહેશે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. મતની ગણતરી આવતીકાલે એટલે કે ગુરૂવારે થવાની છે. ત્યારે તમામની નજર તેની પર અટકેલી છે.
એક્ઝિટ પોલના રૂઝાનો અનુસાર ગોવામાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે, કારણ કે રાજ્યમાં કોઈને બહુમતી મળતી દેખાઈ રહી નથી. ટીવી9/પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલના રૂઝાનો મુજબ જો વોટ શેયરની વાત કરીએ તો ભાજપને 36.6 ટકા, કોંગ્રેસને 28.4 ટકા, આમ આદમી પાર્ટી (AAP)ને 7.2 ટકા અને અન્ય પાર્ટીઓને 27.8 ટકા વોટ મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપને 17-19 સીટો મળી શકે છે. ત્યારે રૂઝાનોમાં કોંગ્રેસ (Congress) બીજા નંબરની પાર્ટી બની શકે છે, કોંગ્રેસને 11-13 સીટો મળવાનું અનુમાન છે.
ત્યારે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત એક્ઝિટ પોલમાં રાજ્યમાં ખંડિત જનાદેશના અંદાજના એક દિવસ પછી મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. સાવંતે વિધાનસભા ચૂંટણી જીતવા અને પ્રાદેશિક પક્ષોની મદદથી રાજ્યમાં આગામી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગોવામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જેવા મુખ્ય દળોની સાથે તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા, રાજ્યમાં ભાજપના કદાવર નેતા અને ચાર વખત ગોવાના મુખ્યપ્રધાન રહેલા મનોહર પર્રિકરના નિધન બાદ વિધાનસભાની આ પ્રથમ ચૂંટણી છે.
જણાવી દઈએ કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 17 સીટ જીતવાની સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. ગોવાની 40 સીટોમાંથી ગઈ ટર્મમાં 17 સીટો કોંગ્રેસ, જ્યારે 13 સીટો ભાજપે જીતી હતી. તે છતાં ભાજપે સરકાર બનાવી હતી. ભાજપે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી અને ત્રણ અપક્ષોના સમર્થનથી સરકાર બનાવી.
આ પણ વાંચો: ચૂંટણીના પરિણામ આવે તે પહેલા સટ્ટાબજાર ગરમાયું, કરોડની કિંમતમાં લાગ્યો સટ્ટો
આ પણ વાંચો: Russia Ukraine War: ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીએ ભારતીય દૂતાવાસ અને PM મોદીનો આભાર માન્યો