આમ આદમી પાર્ટી Aam Aadmi Party)એ પંજાબ બાદ ગોવામાં પણ વિધાનસભા ચૂંટણી (Goa Assembly Elections) માટે મુખ્યપ્રધાન કેન્ડિડેટની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ ગોવામાં આ જવાબદારી અમિત પાલેકર (Amit Palekar) ને આપી છે. આ વાતની જાહેરાત દિલ્હીના મુખ્યપ્રધાન અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કરી છે. અમિત પાલેકર વકીલ છે પણ સોશિયલ કામમાં ખુબ એક્ટિવ રહે છે. આ જ કારણ છે કે ગોવામાં લોકો તેમને પસંદ કરે છે. તે જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા રહે છે. તે સિવાય ભ્રષ્ટાચારને લઈને પણ ઘણી વખત અવાજ ઉઠાવી ચૂક્યા છે.
Amit Palekar will be #AAP‘s chief ministerial candidate for the #Goa Assembly polls: #Delhi CM & #AamAadmiParty‘s national convener #ArvindKejriwal
The party will be contesting all the 40 Assembly seats in Goa. #GoaAssemblypolls2022 #GoaElections2022 #TV9News pic.twitter.com/ju9X3e3mrx
— tv9gujarati (@tv9gujarati) January 19, 2022
કેજરીવાલ મંગળવારે જ ગોવા પહોંચ્યા હતા. તેમને બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત પાલેકરનું નામ જાહેર કર્યુ. પ્રેસ કોન્ફરન્સ કરતા કેજરીવાલે કહ્યું ગોવાના લોકો હાલની પાર્ટીઓથી કંટાળી ગયા છે. નેતાઓથી કંટાળી ગયા. તે સત્તામાં રહી પૈસા કમાય છે અને પછી તે પૈસાથી સત્તામાં આવે છે. , ગોવાના લોકો પરિવર્તનની માંગ કરી રહ્યા છે. તેમની પાસે વિકલ્પો નહોતા, પરંતુ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે.
કેજરીવાલે કહ્યું કે તેમની પાર્ટી તમામ 40 સીટ પર ચૂંટણી લડશે. 40 સીટ વાળી ગોવા વિધાનસભાનો કાર્યકાળ આગામી 15મી માર્ચે ખત્મ થઈ રહ્યો છે. આશા છે કે 15 માર્ચ સુધી રાજ્યમાં નવી સરકાર બની જશે. ગોવાની 40 સીટો પર આ વખતે એક જ તબક્કામાં ચૂંટણી થશે. 14 ફેબ્રુઆરીએ ગોવામાં મતદાન થશે, જ્યારે 10 માર્ચે પરીણામ આવશે. ગોવાની સાથે જ દેશના અન્ય 4 રાજ્ય ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને પંજાબમાં પણ 10 માર્ચે જ મતગણતરી થશે.
પાર્ટીએ 8 જાન્યુઆરીએ ગોવા માટે પ્રથમ લિસ્ટમાં 10 ઉમેદવારોના નામ જાહેર કર્યાય હતા. 9 જાન્યુઆરીએ જાહેર કરેલા લિસ્ટમાં પણ 10 ઉમેદવારોનામની જાહેરાત કરવામાં આવી હતી. 12 જાન્યુઆરીએ જાહેર કરેલા લિસ્ટમાં અન્ય 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને હવે ચોથા લિસ્ટમાં પણ 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટી તરફથી હજુ 10 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.
આ પણ વાંચો: Corona Update: અચાનક કોરોના કેસમાં ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 2.82 લાખથી વધુ કેસ નોંધાતા વધી ચિંતા
આ પણ વાંચો: દિગ્ગજોની સત્તા દાવ પર : મહારાષ્ટ્રમાં OBC અનામત વિના યોજાયેલી 106 નગરપાલિકાની ચૂંટણીનુ આજે પરિણામ