ગોવામાં પક્ષપલટુ નેતાઓનો દબદબો: ADR રિપોર્ટમાં થયો ખુલાસો – છેલ્લા પાંચ વર્ષમાં 60 ટકાથી વધુ ધારાસભ્યોએ પક્ષ બદલ્યો

|

Jan 22, 2022 | 4:13 PM

ગોવા વિધાનસભામાં કુલ 40 ધારાસભ્યો છે. હાલમાં અહીં એનડીએ સરકાર ચાલી રહી છે. ગોવામાં આગામી 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે.

ગોવામાં પક્ષપલટુ નેતાઓનો દબદબો: ADR રિપોર્ટમાં થયો ખુલાસો - છેલ્લા પાંચ વર્ષમાં 60 ટકાથી વધુ ધારાસભ્યોએ પક્ષ બદલ્યો
Goa Legislative Assembly (file photo)

Follow us on

Goa Election 2022: ગોવામાં (GOA) ઓછામાં ઓછા 24 ધારાસભ્યો (MLA) એવા છે કે જેઓએ છેલ્લા પાંચ વર્ષમાં તેમનો પક્ષ બદલ્યો હોય. પક્ષપલટુ ધારાસભ્યોની સખ્યાં કુલ ધારાસભ્યોની સંખ્યાના 60 ટકા થાય છે. આ પક્ષપલટુ ધારાસભ્યોની સંખ્યાએ સમગ્ર દેશમાં એક પ્રકારનો વિક્રમ રચ્યો છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) જાહેર કરેલા અહેવાલમાં આ પ્રકારનો ખુલાસો થવા પામ્યો છે. ગોવા વિધાનસભામાં (Goa Legislative Assembly) કુલ 40 ધારાસભ્યો છે. જે પૈકી 24 ધારાસભ્યો એટલે કે 60 ટકા ધારાસભ્યોએ તેમનો મૂળ પક્ષ બદલીને અન્ય પક્ષમાં જોડાયા છે. ભારતીય લોકશાહીના ઈતિહાસમાં અજોડ પ્રકારનો વિક્રમ છે.

મતદારોનો દ્રોહ : અહેવાલ
ADR અહેવાલમાં જણાવાયું છે કે વર્તમાન વિધાનસભાના પાંચ વર્ષના કાર્યકાળમાં (2017-2022), 24 ધારાસભ્યોએ તેમના પક્ષો બદલ્યા છે, જે વિધાનસભા ગૃહની કુલ સંખ્યાના 60 ટકા છે. આવું ભારતમાં બીજે ક્યાંય પણ બન્યું નથી. આ પક્ષપલટો સ્પષ્ટપણે ગોવાના મતદારોના આદેશની સંપૂર્ણ અવગણનાનું પ્રતિબિંબ છે. નૈતિકતા અને શિસ્ત પ્રત્યેનો કઠોર અભિગમ સૌથી ખરાબ સમયે અનિયંત્રિત લોભમાંથી ઉદ્ભવે છે. તેમ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નુ માનવુ છે.

રિપોર્ટમાં ત્રણ નેતાઓના નામ નથી
અહેવાલમાં જણાવાયું છે કે 24 ધારાસભ્યોની યાદીમાં વિશ્વજીત રાણે, સુભાષ શિરોડકર અને દયાનંદ સોપટેના નામનો સમાવેશ થતો નથી, જેમણે 2017માં કોંગ્રેસના ધારાસભ્યો તરીકે રાજીનામું આપી દીધું હતું અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) સમક્ષ તેમની ટિકિટ પર ચૂંટણી લડી હતી. 2019માં કોંગ્રેસના દસ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. તેમાં તત્કાલીન વિપક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકર (ક્વેપેમ મતવિસ્તાર)નો સમાવેશ થાય છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આ પણ વાંચોઃ

Goa Election : મનોહર પર્રિકરના પુત્રને ભાજપે ટિકિટ નહી આપતા, ઉત્પલ પર્રિકરે અપક્ષ તરીકે લડવાની કરી જાહેરાત

આ પણ વાંચોઃ

Goa Election 2022: કેજરીવાલે ગોવાના પૂર્વ મુખ્યપ્રધાનના પુત્રને પાર્ટીમાં જોડાવાની કરી ઓફર, જાણો શું છે સમગ્ર મામલો

Next Article