Punjab Election Results 2022 : પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલાથી હાર્યા, AAP 90 સીટો પર આગળ

|

Mar 10, 2022 | 12:49 PM

પંજાબની પટિયાલા વિધાનસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ હારી ગયા છે.

Punjab Election Results 2022 : પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલાથી હાર્યા, AAP 90 સીટો પર આગળ
Amarinder Singh (File Photo)

Follow us on

Punjab Election Results 2022 :  પંજાબની પટિયાલા વિધાનસભા બેઠક (Patiala assembly seat) પરથી પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) હારી ગયા છે.તમને જણાવી દઈએ કે,હાલ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી હાલ ચાલી રહી છે.

આ પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ભાજપ અને મોદી સરકાર (Modi Government) માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે રાજ્ય લોકસભામાં સૌથી વધુ 80 સાંસદો છે અને વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election) પાર્ટીના પ્રદર્શનની 2024ની સામાન્ય ચૂંટણી પર અસર થવાની ધારણા છે.પાંચ રાજ્યોમાં લગભગ 1,200 હોલમાં મત ગણતરી માટે 50,000 થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી.

750 થી વધુ કાઉન્ટિંગ હોલ બનાવવામાં આવ્યા

કોવિડ-9 વિરોધી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં હાલ 750 થી વધુ કાઉન્ટિંગ હોલ બનાવવામાં આવ્યા છે, જ્યાં સૌથી વધુ 403 વિધાનસભા બેઠકો છે. આ પછી પંજાબમાં 200થી વધુ કાઉન્ટિંગ હોલ છે. પ્રક્રિયાની દેખરેખ માટે પાંચ રાજ્યોમાં 650 થી વધુ મતગણતરી નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વીડિયો અને સ્ટેશનરી કેમેરા લગાવવામાં આવ્યા

આ સંબંધમાં એક અધિકારીએ લખનઉમાં જણાવ્યું કે, યુપીના તમામ મતગણતરી કેન્દ્રો પર વીડિયો અને સ્ટેશનરી કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે CAPFs (Central Armed police force) ની કુલ 250 કંપનીઓ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓ અને કમિશનરેટને પૂરી પાડવામાં આવી છે. CAPF કંપનીમાં સામાન્ય રીતે લગભગ 70-80 કર્મચારીઓ હોય છે. માત્ર થોડા કલાકમાં જ પાંચ રાજ્યોની પરિણામનુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

 

આ પણ વાંચો : Punjab Election Result 2022: અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મોગા બેઠક પરથી પાછળ, ટ્રેન્ડમાં આ પાર્ટી છે આગળ

Published On - 12:30 pm, Thu, 10 March 22

Next Article