Assembly Election 2022: દરેક મત વિસ્તારમાં ચૂંટણી પંચ મહિલાઓ સંચાલિત ઓછામાં ઓછુ એક મતદાન મથક બનાવશે

|

Jan 09, 2022 | 8:10 AM

જ્યાં સુધી શક્ય હોય ગોવા, મણીપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના દરેક વિધાનસભા વિસ્તારમાં વિશેષ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત ઓછામાં ઓછુ એક મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે.

Assembly Election 2022: દરેક મત વિસ્તારમાં ચૂંટણી પંચ મહિલાઓ સંચાલિત ઓછામાં ઓછુ એક મતદાન મથક બનાવશે
File Image

Follow us on

જે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election)ઓની શનિવારે જાહેરાત કરવામાં આવી. તેમાં દરેક વિધાનસભા વિસ્તારમાં ઓછામાં ઓછુ એક મતદાન કેન્દ્ર ખાસ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. ચૂંટણી પંચે ( Election Commission) કહ્યું કે લિંગ સમાનતા અને ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની વધુ રચનાત્મક ભાગીદારી માટે તેની અડગ પ્રતિબદ્ધતા હેઠળ તેમણે નિર્દેશ આપ્યો છે.

નિર્દેશ મુજબ જ્યાં સુધી શક્ય હોય ગોવા, મણીપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના દરેક વિધાનસભા વિસ્તારમાં વિશેષ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત ઓછામાં ઓછુ એક મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. આવા મતદાન કેન્દ્ર પર પોલીસ અને સુરક્ષાકર્મીઓ સહિત તમામ ચૂંટણી કર્મચારીઓ મહિલાઓ હશે.

10 માર્ચે મતગણતરી દિવસ માટેની વ્યવસ્થાનો ઉલ્લેખ કરતાં, પંચે જણાવ્યું હતું કે નિયંત્રણ એકમોમાંથી પરિણામો મેળવતા પહેલા, સીલની ચકાસણી કરવામાં આવે છે અને ઉમેદવારો દ્વારા નિયુક્ત કરાયેલા કાઉન્ટિંગ એજન્ટોની સામે તેમના અનોખા સીરીયલ નંબરોને મેળવવામાં આવે છે. પંચે કહ્યુંકે 80 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને કોરોના સંક્રમિત લોકોને પોતાના ઘરમાં આરામથી મતદાન કરવાનો વિકલ્પ આપવામાં આવશે. મતદાન કર્મચારીઓ આ વિકલ્પ પસંદ કરનારા લોકોના ઘરે જશે અને તેમને મત આપવા માટે બેલેટ પેપર આપશે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ચૂંટણી લડતા ઉમેદવારો અને તેમના એજન્ટોને જાણ કરવામાં આવશે અને આવા મતદારોની વીડિયોગ્રાફી દ્વારા કડક ગુપ્તતા સુનિશ્ચિત કરવામાં આવશે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પંચે કહ્યું કે મતદાનના એક દિવસ પહેલા મતદાન કેન્દ્રને સેનેટાઈઝ કરવામાં આવશે. મતદાન મથકોના પ્રવેશ ગેટ પર મતદાન કર્મચારીઓ અથવા પેરામેડિકલ કર્મચારીઓ અથવા આશા કાર્યકરો દ્વારા મતદારોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશમાં 7 તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કામાં 10 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ પછી, બીજો તબક્કો 14 ફેબ્રુઆરી, ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી, ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી, પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી, છઠ્ઠો તબક્કો 3 માર્ચ અને સાતમો તબક્કો 7 માર્ચે યોજાશે. ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.

આ પણ વાંચો: Corona in Parliament House: સંસદ ભવનમાં થયો કોરોના વિસ્ફોટ, 400થી વધુ કર્મચારીને કોરોના વળગ્યો

આ પણ વાંચો: થિયેટર અને મલ્ટિપ્લેક્સ માલિકો ચિંતામાં, રાત્રિ કરફ્યૂને કારણે રાત્રી શો રદ થતાં મોટુ નુકસાન

Next Article