
દેશના પાંચ રાજ્યોમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની (Assembly elections) તારીખોની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે લોકોએ ચૂંટણી દરમિયાન cVIGIL એપનો ઉપયોગ કરવો જોઈએ. જો ચૂંટણીમાં ધાંધલ ધમાલ થતી હોય તો લોકોએ આના દ્વારા ફરિયાદ કરવી જોઈએ અને અમે કાર્યવાહી કરીશું. આ એપ કમિશન દ્વારા 3 વર્ષ પહેલા 2019માં લોન્ચ કરવામાં આવી હતી. આવો જાણીએ આ એપ વિશે.
ચૂંટણી પંચે ચૂંટણીમાં ગેરરીતિ અટકાવવા માટે સી-વિજિલ એપ તૈયાર કરી છે. આ એપની મદદથી મતદાતા ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનની જાણ કરી શકે છે. આ એપ તમામ એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે તૈયાર કરવામાં આવી છે. એપ પર ફરિયાદ કરવા માટે, યુઝર પાસે સ્માર્ટફોનના કેમેરા અને જીપીએસની ઍક્સેસ હોવી જરૂરી છે. ચૂંટણી પંચ છેલ્લા 3 વર્ષથી તમામ પ્રકારની ચૂંટણીઓમાં આ એપનો ઉપયોગ કરી રહ્યું છે.
ચૂંટણી પંચના મતે જે ફોટો કે વીડિયો અપલોડ થાય છે, તે જગ્યાનું લોકેશન પણ જાણી શકાય છે. ફોટો કે વીડિયો અપલોડ થયા બાદ યુઝરને યુનિક આઈડી મળશે. આના દ્વારા તેઓ મોબાઈલ પર જ ફોલોઅપને ટ્રેક કરી શકે છે. ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. જો કે, તમે એપ પર પ્રી-રેકોર્ડ કરેલા વીડિયો કે ફોટા અપલોડ કરી શકતા નથી. એટલું જ નહીં, એપમાંથી રેકોર્ડ કરાયેલા વીડિયો કે ફોટો ફોનની ગેલેરીમાં સેવ નહીં થાય.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
Published On - 6:20 pm, Sat, 8 January 22