AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Career Tips : CAT 2023નું નોટિફિકેશન જાહેર, આ ટિપ્સ સાથે કરો તૈયારી, એક્ઝામમાં આવશે સારા માર્ક્સ

CAT 2023 પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. અરજી પ્રક્રિયા 2 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે. ઉમેદવારો અહીં દર્શાવેલ ટીપ્સ અપનાવીને સારી તૈયારી કરી શકે છે.

Career Tips : CAT 2023નું નોટિફિકેશન જાહેર, આ ટિપ્સ સાથે કરો તૈયારી, એક્ઝામમાં આવશે સારા માર્ક્સ
CAT 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 3:46 PM
Share

Career Tips : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, લખનૌએ આજે, 30 જુલાઇ, 2023 કોમન એડમિશન ટેસ્ટ (CAT) 2023 ની નોટિફિકેશન બહાર પાડી છે. પરીક્ષાનું શેડ્યૂલ ઓફિશિયલ વેબસાઇટ iimcat.ac.in પર જાહેર કરવામાં આવ્યું છે. ઓફિશિયલી સૂચના મુજબ, CAT 2023 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 2 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે શરૂ થશે અને રજીસ્ટ્રેશન 13 સપ્ટેમ્બર 2023 સુધી થઈ શકશે.

આ પણ વાંચો :  Career Tips : જો તમે રેલવેની જોબની તૈયારી કરી રહ્યા છો, તો આજે જ ફોલો કરો આ 5 ટિપ્સ

એડમિટ કાર્ડ 25 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે. પરીક્ષા 26 નવેમ્બરે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો 120 મિનિટનો રહેશે. CAT 2023 લગભગ 155 શહેરોમાં નિયુક્ત પરીક્ષણ કેન્દ્રો પર હાથ ધરવામાં આવશે. ઉમેદવારો અહીં દર્શાવેલ ટીપ્સને અનુસરીને અત્યારથી તૈયારી શરૂ કરી શકે છે, જેથી તેઓ પરીક્ષામાં વધુ સારો સ્કોર કરી શકે.

CAT પરીક્ષા 2023 ની તૈયારી માટેની ટિપ્સ

  • તૈયારી માટે સમય ફાળવો
  • કયા વિષયનો અભ્યાસ કેટલો સમય કરવો? તેને સેટ કરો
  • દરેક વિષય વાંચતી વખતે નોટ્સ જરૂર બનાવો
  • મૉક ટેસ્ટ આપો અને તમે જ્યાં નબળા છો તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો
  • પ્રેક્ટિસ કરો અને પાછલા વર્ષના પેપર સોલ્વ કરો

અરજી ફી

SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારો માટે નોંધણી ફી રૂપિયા 1,200 છે, જ્યારે અન્ય તમામ કેટેગરીઓ માટે તે રૂપિયા 2,400 છે. CAT પરીક્ષા 2023 ના પરિણામો જાન્યુઆરી 2024 ના બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે.

ગયા વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM), બેંગ્લોરે પ્રવેશ પરીક્ષા યોજી હતી. CAT 2022 માટે નોંધણી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ હતી અને ઉમેદવારોને અરજી ફોર્મ ભરવા માટે 14 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કે સમયમર્યાદા 21 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે 5મીટરથી લાંબી ધજા નહીં ચઢાવાય
શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે 5મીટરથી લાંબી ધજા નહીં ચઢાવાય
ઘરની આર્થિક સ્થિતિ સુધરશે, બાળકો વધારે મોજ-મસ્તીના મૂડમાં હશે
ઘરની આર્થિક સ્થિતિ સુધરશે, બાળકો વધારે મોજ-મસ્તીના મૂડમાં હશે
ચાંદીમાં રોકાણ નામે જવેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યું
ચાંદીમાં રોકાણ નામે જવેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યું
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
g clip-path="url(#clip0_868_265)">