ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો મહત્વનો નિર્ણય, ડિપ્લોમા ફાર્મસીના વિદ્યાર્થીઓએ એક્ઝિટ એક્ઝામ આપવી પડશે

|

Feb 27, 2022 | 11:30 AM

ડિપ્લોમા ફાર્મસીની ડીગ્રી મેળવ્યા બાદ હવેથી તમામ ડિપ્લોમા ફાર્મસી પાસ થનાર વિદ્યાર્થીઓને‌ સેન્ટ્રલાઈઝ ડી ફાર્મ એક્ઝિટ એક્ઝામ આપવી પડશે અને પરીક્ષાના ત્રણ વિષયમાં 50 ટકા માર્કસ સાથે પાસ કરશે તો જ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ફાર્મસી કાઉન્સિલમાં કરવામાં આવશે.

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો મહત્વનો નિર્ણય, ડિપ્લોમા ફાર્મસીના વિદ્યાર્થીઓએ એક્ઝિટ એક્ઝામ આપવી પડશે
Pharmacy Council of India (Symbolic Image)

Follow us on

ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (Pharmacy Council of India)એ ડિપ્લોમા ફાર્મસી (Diploma Pharmacy) કરનાર વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ડિપ્લોમા ફાર્મસી પાસ કરનાર વિદ્યાર્થીઓને ડી ફાર્મની સેન્ટ્રલાઈઝ એક્ઝિટ એક્ઝામ આપવી પડશે. એક્ઝિટ એક્ઝામ (Exit exam) પાસ કરનાર વિદ્યાર્થીઓનું જ કાઉન્સિલ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવશે. કાઉન્સિલ દ્વારા બોગસ ફાર્મસીસ્ટને અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

બોગસ ફાર્માસિસ્ટને રોકવા કાઉન્સિલનો નિર્ણય

હાલ દેશભરમાં ડિપ્લોમા ફાર્મસી કૉલેજોનો રાફડો ફાટયો છે. અનેક કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને હાજરી વગર પણ નામ નોંધણી કરીને પરીક્ષામાં પાસ કરવામાં છે અને વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી ફાર્મસીની બોગસ ડીગ્રી આપવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે આવા વિદ્યાર્થીઓ જ્યારે ફાર્મસીસ્ટ તરીકે રજીસ્ટ્રેશન થાય છે અને આરોગ્ય સેવાઓમાં જોડાય છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે. આવા બોગસ ફાર્માસિસ્ટને રોકવા કાઉન્સિલ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ત્રણ વિષયમાં 50 ટકા માર્કસ સાથે પાસ થવુ ફરજીયાત

ડિપ્લોમા ફાર્મસીની ડીગ્રી મેળવ્યા બાદ હવેથી તમામ ડિપ્લોમા ફાર્મસી પાસ થનાર વિદ્યાર્થીઓને‌ સેન્ટ્રલાઈઝ ડી ફાર્મ એક્ઝિટ એક્ઝામ આપવી પડશે અને પરીક્ષાના ત્રણ વિષયમાં 50 ટકા માર્કસ સાથે પાસ કરશે તો જ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ફાર્મસી કાઉન્સિલમાં કરવામાં આવશે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

GTUએ નિર્ણયને આવકાર્યો

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના આ નિર્ણયને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પણ આવકાર્યો છે. જીટીયુના કુલપતિ પ્રો.નવીન શેઠે જણાવ્યું હતું કે ગુજરાત ફાર્મસી કાઉન્સિલે પણ અનેક બોગસ કોલેજોમાંથી ડિપ્લોમા પાસ કરનાર વિદ્યાર્થીઓ સામે પગલાં લીધા છે અને તેમનું રજિસ્ટ્રેશન રોકવામાં આવ્યું હતું. ત્યારે આવા બોગસ ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ પર આ પરીક્ષાથી નિયંત્રણ આવશે.

ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતનો પણ આવકાર

કાઉન્સિલના આ નિર્ણયને ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ આવકાર્યો છે. આ નિર્ણયથી હવેથી દેશની કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી ડિપ્લોમા પાસ કર્યા પછી ફરજીયાતપણે એક્ઝિટ એક્ઝામ પાસ કરશે, ત્યારબાદ જ તેઓનું ફાર્મસીસ્ટ તરીકે કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થશે. આરોગ્ય સેવામાં ગુણવત્તાયુક્ત ફાર્મસિસ્ટની સેવા મળે તે માટે ફાર્મસી કાઉન્સિલે આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો- On this Day: 2002માં આજના દિવસે જ ગોધરા સ્ટેશન પર ટોળાએ સાબરમતી એક્સપ્રેસમાં લગાવી હતી આગ, 59 કાર સેવકો માર્યા ગયા હતા

આ પણ વાંચો- Ahmedabad: ભારતની ધરતી પર પગ મુકતા જ ભાવવિભોર થયા વિદ્યાર્થીઓ, ગુજરાતના 44 વિદ્યાર્થીના ચહેરા પર જોવા મળી ખુશી

Next Article