શસ્ત્ર નહી શિક્ષણ : આ સેન્ટ્રલ જેલમાં 60થી વધુ કેદીઓએ અભ્યાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી

ગુનાની દુનિયા છોડીને ઇન્દોરની સેન્ટ્રલ જેલ (Indore Central Jail) કેદીઓને સન્માનજનક જીવન અને આજીવિકા જીવવામાં મદદ કરી રહી છે. ઇન્દોરની (Indore) સેન્ટ્રલ જેલ કેદીઓને તેમની આજીવિકા કમાવવામાં મદદ કરવા માટે તેમની મુક્તિ પછી શિક્ષણ મેળવવા માટે મદદ કરી રહી છે.

શસ્ત્ર નહી શિક્ષણ : આ સેન્ટ્રલ જેલમાં 60થી વધુ કેદીઓએ અભ્યાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી
Indore Central Jail (File Photo)
| Edited By: | Updated on: Apr 12, 2022 | 1:26 PM

ઇન્દોર સેન્ટ્રલ જેલ કેદીઓને (Indore Central Jail) સન્માનપૂર્વક જીવન જીવવા અને આજીવિકા જીવવામાં મદદ કરી રહી છે. આ જેલ કેદીઓને (Prisoners) તેમની આજીવિકા કમાવવામાં મદદ કરવા માટે તેમની મુક્તિ પછી શિક્ષણ મેળવવા માટે મદદ કરી રહી છે. ઘણા કેદીઓએ અત્યાર સુધીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની(Post Graduation)  ડીગ્રીઓ લીધી છે. આ વર્ષે 253 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે 2019માં 60થી વધુ કેદીઓએ ડિગ્રી મેળવી હતી.

જેલ વિભાગે શિક્ષક મંજુ વર્માની નિમણૂક કરી

સેન્ટ્રલ જેલમાં કેદીઓને અભ્યાસ માટે વિવિધ વિષયોનુ શિક્ષણ આપવામાં આવે છે. ANI સાથે વાત કરતા જેલ સુપ્રિટેન્ડેન્ટ અલકા સોનકરે જણાવ્યું હતું કે, હાલમાં જેલમાં શાળા શિક્ષણની સાથે સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો પૂરા પાડવામાં આવે છે અને આ માટે જેલ વિભાગે શિક્ષક મંજુ વર્માની નિમણૂક કરી છે.

83 કેદીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે

સોનકરે કહ્યું, ‘હાલ જેલમાં 83 કેદીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા (Board Exam) આપી રહ્યા છે અને 253 કેદીઓ અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતકની પરીક્ષા આપી રહ્યા છે. સાક્ષરતા મિશનમાં જેલ વિભાગ ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. જેમાં 50 કેદીઓ એવા છે જેઓ સંપૂર્ણપણે નિરક્ષર છે અને અહીં તેઓએ સ્કૂલિંગ પછી સ્નાતકનું શિક્ષણ(Education)  પૂર્ણ કર્યું છે અને તેઓ અન્ય કેદીઓને પણ ભણાવી રહ્યા છે.

જેલમાંથી મુક્ત થયા બાદ કેદીઓ વધુ સારું જીવન જીવી શકે

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માં પણ આ કેદીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સિવાય કેદીઓ MBA, M.Com, LLB સહિતના અનેક વિષયોનો અભ્યાસ કરી રહ્યા છે અને જેલમાંથી છૂટ્યા બાદ સારું કામ કરી રહ્યા છે. જેલ સુપ્રિટેન્ડેન્ટે કહ્યું, અમે આવા લોકોના સંપર્કમાં પણ છીએ. તેઓ સારું જીવન જીવી રહ્યા છે. ગત વર્ષે જેલમાંથી 67 કેદીઓએ ડિગ્રી મેળવી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Kambala Racing: નિશાંત શેટ્ટીએ શ્રીનિવાસ ગૌડાનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ, 8.36 સેકન્ડમાં પૂરી કરી 100 મીટરની રેસ

આ પણ વાંચો : ભારતમાં જીવલેણ બની હવા, અમદાવાદ-સુરત સહિત મોટા શહેરોમાં વાયુ પ્રદુષણને લીધે લોકો નાની ઉંમરે પામે છે મૃત્યુ : અભ્યાસમાં દાવો

Published On - 1:25 pm, Tue, 12 April 22