Ahmedabad: સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટને મળ્યો વેગ, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશે રુબરુ મુલાકાત લઇ મેળવી જાણકારી

|

Apr 20, 2022 | 6:19 PM

સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટમાં (Signal School Project)દસ બસો અને પ્રત્યેક બસમાં 2 શિક્ષકો દ્વારા અમદાવાદ શહેરના જુદા જુદા લોકેશન પર બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના (Gujarat High Court) ન્યાયાધીશોએ સિગ્નલ સ્કૂલની મુલાકાત લીધી

Ahmedabad: સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટને મળ્યો વેગ, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશે રુબરુ મુલાકાત લઇ મેળવી જાણકારી
Judge of Gujarat High Court visited the Signal School project of Ahmedabad and got information

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરના જુદા જુદા સિગ્નલ પર ભીખ માગતા બાળકોને “ભિક્ષા નહીં શિક્ષા” અંતર્ગત સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ (Signal School Project) માર્ચ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જે હાલમાં સફળ થઇ રહ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ગુજરાત (Gujarat) રાજ્યમાં સૌપ્રથમ વખત શરૂ થયેલા આ અનોખા સામાજિક સમરસતા તથા સામાજિક સંવેદના ઉભા કરવાના વિશિષ્ટ અભિગમ સાથેના પ્રયાસને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં દસ બસો અને પ્રત્યેક બસમાં 2 શિક્ષકો દ્વારા અમદાવાદ શહેરના જુદા જુદા લોકેશન પર બાળકોને શિક્ષણ (Education) આપવામાં આવી રહ્યુ છે.

અમદાવાદના આ સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટમાં બાળકોને આપવામાં આવી રહેલી શિક્ષણની વ્યવસ્થા અગંની ચકાસણી કરવામાં આવી. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ અને ગુજરાત હાઇકોર્ટના નામદાર ચીફ જસ્ટીસ એવા અરવિંદકુમાર સાહેબે તેમજ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયધીશ આર.એમ છાયા સાહેબે આજે સિગ્નલ સ્કૂલ ની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રોજેક્ટમાં બાળકોએ એક માસમાં કેટલું શિક્ષણ આપવામાં આવ્યુ છે તથા તેમના અભ્યાસ દરમિયાન તેઓ કેટલું જ્ઞાન મેળવી રહ્યા છે તે અંગેની જાણકારી મેળવી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તેઓએ સ્થળ પર લીધેલી મુલાકાત દરમિયાન બાળકોએ મેળવેલા શિક્ષણને બિરદાવ્યું હતું. તથા બાળકોને આગામી વેકેશન દરમિયાન પણ સવારે વહેલા આવીને શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. આ બાળકોની કસોટી લઈ જે બાળકો સારી રીતે શિક્ષણ મેળવી શક્યા છે તેમને આગામી જૂન માસથી નિયમિત શાળામાં દાખલ કરાવી યોગ્ય શિક્ષણ પૂરું પાડવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશોએ આ મુલાકાત દરમિયાન બાળકોને પ્રોત્સાહન મળી રહે તે માટે પૌષ્ટીક સૂકા નાસ્તાનું વિતરણ પણ કર્યું હતું. તથા બાળકો જીવનમાં સારું શિક્ષણ મેળવી ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો-Amreli: કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત ફરી વિવાદમાં, PGVCLના અધિકારીને ફોનમાં આપી ધમકી, સાંભળો ધમકીથી ભરપૂર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ

આ પણ વાંચો-Surat: ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરનાર આરોપીઓને કોર્ટે 2 વર્ષની જેલ અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:18 pm, Wed, 20 April 22

Next Article