JNVST Exam Date : જવાહર નવોદય વિદ્યાલયની સિલેક્શન પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા ?

|

Jul 21, 2021 | 12:02 PM

JNVST Exam Date : જવાહર નવોદય વિદ્યાલયમાં (Jawahar Navodaya Vidyalaya) છઠ્ઠા ધોરણમાં પ્રવેશ માટે પરીક્ષા 11 ઑગષ્ટે આયોજિત કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ મંગળવારે આ જાણકારી આપી.

JNVST Exam Date : જવાહર નવોદય વિદ્યાલયની સિલેક્શન પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા ?
સાંકેતિક તસ્વીર

Follow us on

જવાહર નવોદય વિદ્યાલયમાં (Jawahar Navodaya Vidyalaya) છઠ્ઠા ધોરણમાં પ્રવેશ માટે પરીક્ષા 11 ઑગષ્ટે આયોજિત કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ મંગળવારે આ જાણકારી આપી. મંત્રાલયે ટ્વીટ કરી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના જવાહર નવોદય વિદ્યાલયમાં સત્ર 2021-22 માટે છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓના સિલેક્શન માટે નવોદય વિદ્યાલય સિલેક્શન પરીક્ષા, 11 ઓગષ્ટ 2021ના રોજ તમામ સુરક્ષા સાવધાનીઓ અને કોવિડ પ્રોટોકોલના પાલન સાથે આયોજિત કરવામાં આવશે.

ધોરણ 6 માટે એન્ટ્રસ પરીક્ષા 

JNVST ધોરણ 6 એન્ટ્રસ પરીક્ષા સમગ્ર દેશમાં નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં એડમિશન માટે એક અખિલ ભારતીય સ્તરની પ્રવેશ પરીક્ષાના રુપમાં આયોજિત કરવામાં આવે છે. જેએનવી ધોરણ 6 એન્ટ્રસ પરીક્ષા અંગ્રેજી, હિંદી અને પ્રત્યેક રાજ્યની ક્ષેત્રીય ભાષામાં આયોજિત કરવામાં આવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એન્ટ્રસ પરીક્ષા બે કલાક માટે આયોજિત કરવામાં આવે છે, તેમાં ત્રણ ખંડ હોય છે અને તેમાં 80 પ્રશ્ન હોય છે. પરીક્ષા કુલ 100 માર્કસની હોય છે. ત્રણ ખંડ માનસિક યોગ્યતા,અંક ગણિત પરીક્ષણ અને ભાષા પરીક્ષણ હોય છે.

શોર્ટ લિસ્ટ ઉમેદવારોએ કરાવવું પડશે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન

JNVST ધોરણ 6ની પરીક્ષા પાસ કર્યા બાદ શોર્ટ લિસ્ટ કરેલા ઉમેદવારોને નવોદય વિદ્યાલય સમિતિ પાસેથી ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન કરાવવું પડશે. ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન બાદ જ શોર્ટ લિસ્ટ કરેલા ઉમેદવાર જેનેવીમાં પ્રવેશ સુરક્ષિત કરી  શકે છે.

Next Article