
JEE Main 2026 સેશન 2 ની પરીક્ષામાં જોડાયેલા ઉમેદવારોની રાહનો અંત આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE Main 2026 સેશન 2 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ટૂંકમાં, જે ઉમેદવારો આ પરીક્ષામાં બેઠા હતા, તેઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. પરિણામ જોવા માટે ઉમેદવારોએ તેમના એપ્લિકેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા ઉમેદવારો પોતાનું પરિણામ ચેક કરી શકે છે.
આ અગાઉ 11 એપ્રિલના રોજ JEE Main 2026 સેશન 2 ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર કરવામાં આવી હતી, જેની સામે ઉમેદવારોને વાંધા ઉઠાવવાની તક પણ આપવામાં આવી હતી. ત્યારબાદ હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે JEE Main 2026 સેશન 2 ની ફાઈનલ આન્સર-કી અને પરિણામ (પેપર 1) જાહેર કર્યું છે. પેપર 2 નું પરિણામ પછીથી જાહેર કરવામાં આવશે.
જણાવી દઈએ કે, JEE Main સેશન 2 ની પરીક્ષા (પેપર 1 માટે) 2, 4, 5, 6, 7 અને 8 એપ્રિલ, 2026 ના રોજ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવી હતી. આ પરીક્ષા સમગ્ર ભારતના 304 શહેરો અને વિદેશના 14 શહેરોમાં સ્થિત લગભગ 566 કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી હતી, જેમાં આશરે 11.23 લાખ ઉમેદવારો નોંધાયા હતા.