Israel Student Visa: જો તમે પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગો છો, તો આ ઈઝરાયેલની સ્કોલરશિપ વિશે જાણો

Israel Student Visa: ભારતીય વિદ્યાર્થીઓ માટે ઈઝરાયેલ હંમેશા અભ્યાસ માટે લોકપ્રિય સ્થળ રહ્યું છે. મેડિકલ અને સાઈન્સ ફીલ્ડમાં કરિયર બનાવવા માટે વિદ્યાર્થીઓ માટે તે એક સારા વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. હાલમાં ઈઝરાયેલની વિવિધ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં લગભગ 900 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ડોક્ટરેટ અને પોસ્ટ ડોક્ટરેટ અભ્યાસ કરી રહ્યા છે.

Israel Student Visa: જો તમે પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગો છો, તો આ ઈઝરાયેલની સ્કોલરશિપ વિશે જાણો
| Edited By: | Updated on: Oct 08, 2023 | 5:29 PM

Israel Student Visa: વિદ્યાર્થીઓને સ્કોલરશિપ તેમના શિક્ષણને આગળ વધારવા માટે એક ફાઈનાસિયલ સહાયતાનું એક રૂપ છે. સ્કોલરશિપ પણ અલગ અલગ ક્રાઈટેરિયા પર આધાર રાખે છે જેમ કે એકેડેમિક મેરિટ, એથ્લેટિક સ્કિલ અને ફાઈનાશિયલ જરૂરિયાત. માત્ર ઈઝરાયેલ જ નહીં, દુનિયાના ઘણા એવા દેશો છે જે ભારતીય વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે ઈઝરાયેલ હંમેશા અભ્યાસ માટેનું લોકપ્રિય સ્થળ રહ્યું છે. જો તમે પણ મેડિકલ અથવા સાયન્સના ક્ષેત્રમાં તમારું કરિયર બનાવવા માંગો છો અને હાયર એજ્યુકેશન પ્રાપ્ત કરવા માંગો છો, તો ઈઝરાયેલ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.

શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં ભારત અને ઈઝરાયેલ બેસ્ટ એક જ્ઞાન આધારિત અર્થતંત્રો છે. હાલમાં ઈઝરાયેલની વિવિધ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં લગભગ 900 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ડોક્ટરેટ અને પોસ્ટ ડોક્ટરેટ અભ્યાસ કરી રહ્યા છે.

જો અત્યારે વાત કરીએ તો ઈઝરાયેલની કેટલીક યુનિવર્સિટીઓમાં ભારતીય અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) શોર્ટ ટર્મ કોર્સમાં ભારતીય ઈતિહાસ, સાંસ્કૃતિક અને દર્શન વિશે શીખવે છે. 2012માં ઈન્ડિયન સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સમાં ઈઝરાયેલ સ્ટડીઝ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. ઈઝરાયેલની તેલ અવીવ યુનિવર્સિટીએ 2017માં મુંબઈમાં ઈઝરાયેલ સ્ટડીઝ સેન્ટરની સ્થાપના કરી હતી. 2020 માં ઈઝરાયેલની બેન ગુરિયન યુનિવર્સિટીએ ચેન્નાઈમાં ડેઝર્ટ કૃષિ પર સંશોધન કેન્દ્રની સ્થાપના કરી. આજે અમે તમને ઈઝરાયેલના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી ટોપ 3 સ્કોલરશિપ વિશેની જાણકારી જણાવી દઈએ.

આ પણ વાંચો: 12ની પરીક્ષા માટે CBSE બોર્ડનો મોટો નિર્ણય, કોમર્સના વિદ્યાર્થીઓએ તરત કરો ચેક

1. મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેયર્સ સ્કોલરશિપ

એમએ, પીએચડી, પોસ્ટ-ડોક્ટરેટ અથવા રિસર્ચ સ્ટડીઝ માટે અરજી કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઈઝરાયલ સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશિપ ઉપલબ્ધ છે. આ સ્કોલરશિપ માત્ર એક એકેડેમિક યર એટલે કે મહત્તમ આઠ મહિના માટે ઉપલબ્ધ છે. આ સ્કોલરશિપની એક શરત એ છે કે વિદ્યાર્થીઓ પાસે બીએ અથવા બીએસસી અથવા કોઈપણ ઉચ્ચ ડિગ્રી હોવી જોઈએ.

2. એક્સીલેન્સ ફેલોશિપ પ્રોગ્રાન ફોર ઈન્ટરનેશનલ પોસ્ટડોક્ટોરલ રિસર્ચ

આ સ્કોલરશિપ કાર્યક્રમ ઈન્ટરનેશનલ પોસ્ટડોક્ટરલ રિસર્ટર માટે ખુલ્લો છે. તમને જણાવી દઈએ કે આ સ્કોલરશિપ ઈઝરાયેલની કાઉન્સિલ ફોર હાયર એજ્યુકેશન અને ઈઝરાયેલ એકેડેમી ઓફ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ દ્વારા આપવામાં આવે છે. આ સ્કોલરશિપ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે આપવામાં આવે છે. આ સ્કોલરશિપમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ઈઝરાયેલની યુનિવર્સિટીઓમાં રિસર્ચ કરવા માટે વધુમાં વધુ 20 ફેલોશિપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફેલોશિપ સાઈન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ, હ્યુમેનિટી અને સોશિયલ સાઈન્સમાં પ્રદાન કરવામાં આવે છે.

3. પીએચડી સેન્ડવિચ ફેલોશિપ પ્રોગ્રામ

આ સ્કોલરશિપ પ્લાનિંગ એન્ડ બજેટિંગ સમિતિ દ્વારા ફંડેડ પૂરું પાડવામાં આવેલ આ એક વર્ષનો ડોક્ટરેટ પ્રોગ્રામ તમામ ક્ષેત્રોના પીએચડી વિદ્યાર્થીઓને તેમના ડોક્ટરેટ અભ્યાસના ભાગ રૂપે ઈઝરાયેલી યુનિવર્સિટીમાં રિસર્ચ કરવાની મંજૂરી આપે છે. આ પ્રોગ્રામ માટે ફક્ત તેઓ જ અરજી કરી શકે છે જેમણે તેમના ડોક્ટરેટ અભ્યાસનું પહેલું વર્ષ પૂરું કર્યું છે. આ સ્કોલરશિપ પ્રોગ્રામમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ સંબંધિત ઈઝરાયેલી યુનિવર્સિટીમાં સીધી અરજી કરવાની રહેશે.

શિક્ષણના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો