
દેશભરમાં પેપરલીક ના વિવાદ વચ્ચે જ્યારે અન્ય વિવાદો પર ચર્ચા ચાલી રહી હતી એ સમયે સંસદમાં એક સવાલના જવાબમાં દેશના શિક્ષણ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી કે સમગ્ર દેશની 1,00,843 શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે. ત્યારે દેશના વિદ્યાર્થીઓનું ભાવિ કેટલી હદે અંધકારમય છે તેનો અંદાજો લગાવી શકાય છે. દેશની શિક્ષણ વ્યવસ્થા અને દેશભરની શાળાઓ અંગે સંસદમાં એવી મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી પરંતુ સંસદમાં ચાલી રહેલા સતત હંગામા વચ્ચે આ અત્યંત જરૂરી વાતો દબાઈને રહી ગઈ. તેને એટલુ મહત્વ ન અપાયુ. દેશની શિક્ષણ વ્યવસ્થા માટે આ અતિ ગંભીર મુદ્દો છે. કારણ કે આ મુદ્દો દેશના વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે. એકતરફ આપણે દેશની GenZ દ્વારા પેપરલીક મુદ્દે જંતરમંતર પર ઉગ્ર આંદોલન કરવામાં આવ્યુ અને સરકારને ઝુકવુ પડ્યુ અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ આપવુ પડ્યુ. એ તમામ ઘટનાક્રમ વચ્ચે આ મુદ્દો ક્યાંક ખોવાઈ ગયો. દેશની સંસદમાં શિક્ષણ મંત્રાલયે જણાવ્યુ કે દેશની 1,00,843 શાળામાં માત્ર એક જ શિક્ષક છે. આ એક લાખ સ્કૂલોમાં...
Published On - 9:59 pm, Mon, 3 August 26