
ભારતીય નૌકાદળે શોર્ટ સર્વિસ કમિશન 2025નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નૌકાદળ દ્વારા એક્ઝિક્યુટિવ, એજ્યુકેશન અને ટેકનિકલ બ્રાન્ચમાં વિવિધ અધિકારીઓની ભરતી માટે વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અપરિણીત મહિલા અને પુરુષ ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. અરજી 9 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ઓફિશિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જઈને કરવાની રહેશે.
આ કોર્ષ જૂન 2026 પછી કેરળના Ezhimala સ્થિત ઇન્ડિયન નેવલ એકેડેમી (INA) ખાતે શરૂ થશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 260 જગ્યાઓ ભરવામાં આવશે. ચાલો જાણીએ કે અરજી કરનાર ઉમેદવાર પાસે કઈ લાયકાત હોવી જોઈએ. અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ અને પસંદગી કેવી રીતે થશે.
શોર્ટ સર્વિસ કમિશન માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી B.Tech, B.E, B.Sc, B.Sc IT અને B.Com ડિગ્રી હોવી જોઈએ. લોજિસ્ટિક્સ પોસ્ટ્સ માટે અરજી કરતા ઉમેદવારો પાસે MBA અથવા B.Tech ડિગ્રી હોવી જોઈએ. વિવિધ પોસ્ટ્સ માટે વય મર્યાદા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા અંગે વધુ માહિતી માટે તમે જાહેર કરાયેલી ઓફિશિયલ નોટિફિકેશન ચકાસી શકો છો.
શૈક્ષણિક લાયકાતના આધારે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને SSB ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ દ્વારા મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે.
કરિયરની વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. કરિયર સામાન્ય રીતે તે પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે જે રોજગાર મેળવવામાં મદદ કરે છે. નોકરી કે વ્યવસાયો શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર, જર્નાલિસ્ટ, વકીલ, મજૂર, કલાકાર વગેરે છે. કોઈ પણ પ્રવૃતિ જે તમને ઘર ચલાવવામાં મદદ કરે છે તેને કરિયર કહેવામાં આવે છે.
Published On - 3:22 pm, Thu, 7 August 25