Hijab Row: કર્ણાટકના (Karnataka) પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશે સોમવારે હિજાબ વિવાદને (Hijab Controversy) કારણે પરીક્ષામાં ન આપેલ વિદ્યાર્થીનીઓ (Students) માટે ફરીથી પરીક્ષા યોજવાની શક્યતાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે જેઓ પરીક્ષામાં ગેરહાજર રહે છે તેમના માટે આવો કોઈ નિયમ નથી. વધુમાં તેમણે કહ્યું કે પરીક્ષા અંગે માનવતાના આધારે વિચાર કરી શકાય નહીં. નાગેશે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે,અમે હાઈકોર્ટના આદેશનુ યોગ્ય રીતે પાલન કરીશું.
તેણે કહ્યું,પરીક્ષામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી મુખ્ય પરિબળ હશે,પછી ભલે તે હિજાબના વિવાદને કારણે હોય કે ખરાબ તબિયતના કારણે હોય કે પછી પરીક્ષાની તૈયારીના અભાવે.ફાઈનલ પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે નહીં, માત્ર પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થઈ શક્યા નથી તેની પૂરક પરીક્ષા લેવામાં આવશે.
કર્ણાટક હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગતી વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દીધા બાદ અનેક મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પરીક્ષામાં બેસવાનો ઈન્કાર કરી દીધો હતો. કાયદા અને સંસદીય બાબતોના મંત્રી જેસી મધુસ્વામીએ આ મામલે કહ્યું કે તેઓ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ જઈ શકે નહીં
તેમણે કહ્યું,’કર્ણાટક હાઈકોર્ટના આદેશનું પાલન કરવું પડશે.અમે તેની વિરુદ્ધ જઈ શકતા નથી. જે વિદ્યાર્થીઓ કોર્ટના નિર્ણય પહેલા પરીક્ષામાં હાજર નહોતા થયા તેમને અમે સમાવી શકીએ છીએ, પરંતુ જેઓ ચુકાદા પછી હાજર નથી થયા તેમના માટે અમે આવું કરી શકીએ નહીં.” આ દરમિયાન શિક્ષણ પ્રધાન બીસી નાગેશે દાવો કર્યો હતો કે લગભગ 400 મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ સોમવારે શાળા-કોલેજો છોડી દીધી હતી.
કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI) એ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં તેમની લડાઈ ચાલુ રાખશે. CFIના સરફરાઝ ગંગાવતીએ કહ્યું કે, વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. શાસક ભાજપ સરકાર વિદ્યાર્થીઓને, ખાસ કરીને મુસ્લિમ મહિલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માંગતી નથી. ચુકાદા પહેલા, અમે રાજ્યના 25 જિલ્લાઓમાં ઘણી કોલેજોની મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે આ નિયમને કારણે 11,000 મુસ્લિમ વિદ્યાર્થીનીઓને અસર થઈ છે.
આ પણ વાંચો : Weather Update: આકરી ગરમી વચ્ચે આ રાજ્યોમાં વરસાદની આગાહી, તો આ રાજ્યવાસીઓનો છુટશે પરસેવો, જાણો હવામાનનું અપડેટ
આ પણ વાંચો : LPG Gas Cylinder : આમ આદમીને મોંઘવારીનો વધુ એક ફટકો, પેટ્રોલ – ડીઝલ બાદ રાંધણ ગેસ પણ મોંઘો થયો, જાણો નવી કિંમત