Breaking News : ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર

આજે ધોરણ-10 નું પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ અંગે જાહેરાત કરી છે. આજે સવારે 8 કલાકે  પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.  બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઇ શકાશે. વોટ્સએપ નંબર 6357300971થી પણ પરિણામ જાણી શકાશે.

Breaking News : ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર
| Edited By: | Updated on: May 08, 2025 | 10:12 AM

GSEB 10th Result 2025 : આજે ધોરણ-10 નું પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ અંગે જાહેરાત કરી છે. આજે સવારે 8 કલાકે  પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-10નું પરિણામ 83.08 ટકા જાહેર થયું છે. જો કે આ પરિણામ પાછલા વર્ષ કરતા વધુ આવ્યું છે.

 

પાછલા વર્ષે 82.56 ટકા પરિણામ આવ્યું હતુ, તેની સાપેક્ષે આ વર્ષે વધારે પરિણામ આવ્યુ છે.  કાંસા અને ભોળાદ કેન્દ્રનું 99.11 ટકા પરિણામ જાહેર થયું છે. બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઇ શકાશે. વોટ્સએપ નંબર 6357300971થી પણ પરિણામ જાણી શકાશે.

પરિણામમાં બનાસકાંઠા જિલ્લો મોખરે

ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે 83.08 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કાંસા અને ભોળાદ છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર અંબાવ છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 89.29 ટકા છે.

0 ટકા પરિણામ ધરાવતી 45 શાળા

સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા 72.55 ટકા આવ્યું છે.  જો 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલોની વાત કરીએ તો ગુજરાતની 1574 શાળાઓમાં 100 ટકા પરિણામ ધરાવતી હોય છે. 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલો 201 છે. 0 ટકા પરિણામ ધરાવતી 45 શાળાઓ છે. જ્યારે A 1 ગ્રેડથી ઉત્તીર્ણ થયેલા વિધાર્થી 28055 છે.  વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 87.24 ટકા છે. તેમજ દીકરીઓ દીકરાઓ કરતા 7.68 ટકા આગળ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:03 am, Thu, 8 May 25