GATE 2022 : ગેટ પરીક્ષાનુ શેડ્યૂલ જાહેર, જલ્દી શરુ થશે આવેદન પ્રક્રિયા, જુઓ વિગતો

|

Aug 16, 2021 | 6:01 PM

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ખડગપુર (IIT, ખડગપુર) દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, ઓનલાઇન અરજી પ્રક્રિયા 30 ઓગસ્ટ 2021 થી શરૂ થશે. એપ્લિકેશનની વિગતો સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકાશે.

GATE 2022 : ગેટ પરીક્ષાનુ શેડ્યૂલ જાહેર, જલ્દી શરુ થશે આવેદન પ્રક્રિયા, જુઓ વિગતો
સાંકેતિક તસ્વીર

Follow us on

એન્જીનિયરિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ (PG Course) માં એડમિશન માટે થનારી ગેટ 2022 પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યુ છે. ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ ઇન એન્જીનિયરિંગ (GATE) 2022 માટે આવેદન પ્રક્રિયા જલ્ધી શરુ થવાની છે. આ સ્થિતિમાં જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને રજિસ્ટ્રેશનની વિગતો જોઇ શકે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ખડગપુર (IIT, ખડગપુર) દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, ઓનલાઇન અરજી પ્રક્રિયા 30 ઓગસ્ટ 2021 થી શરૂ થશે. જો કે, ઉમેદવારો ઓફિશિયલ નોટિસ ચેક કર્યા વિના આ પરીક્ષા (GATE 2022) માટે અરજી ન કરે. એપ્લિકેશનની વિગતો સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકાશે.

 ગેટ 2022 માટે નવી વેબસાઇટ સાથે વિસ્તૃત અધિસૂચના આઈઆઈટી ખડગપુર દ્વારા આપવામાં આવશે. સાથે જ GATE 2022ના એલિજિબિલિટી ક્રાઇટએરિયામાં વિસ્તાર કરતા BDS અને M. Pharm ડિગ્રી વાળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સામેલ કરવામાં આવ્યા છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

આ તારીખોનું રાખો ધ્યાન

1.   ઓનલાઇન અરજીની તારીખ – 30 ઓગસ્ટ 2021

2.   અરજી કરવાની છેલ્લી તારીખ – 24 સપ્ટેમ્બર 2021

3.   લેટ ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ – 01 ઓક્ટોબર 2021

4.   આવેદનમાં સુધારો – 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2021

5.   કેટેગરી અને પરીક્ષાનું શહેર બદલવાની છેલ્લી તારીખ – 3 જાન્યુઆરી 2022

6.   GATE પરીક્ષાની સંભવિત તારીખો – 5, 6, 12 અને 13 ફેબ્રુઆરી 2022

7.   પરિણામ જાહેર થવાની સંભવિત તારીખ – 17 માર્ચ 2022 GATE 2022 રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરવાની રહેશે.

કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન

GATE 2022 ની વેબસાઇટ gate.iitkgp.ac.in પર જવાનુ રહેશે.  તમે એક કે બે પેપર માટે અરજી કરી શકો છો. પરંતુ અરજી ફોર્મ માત્ર એક જ  ભરવામાં આવશે. જો તમે એક કરતા વધારે અરજી ફોર્મ ભર્યા હોય, તો તેમાંથી માત્ર એક જ સ્વીકારવામાં આવશે. બાકીના રદ કરવામાં આવશે અને તેમની ફી પણ પરત કરવામાં આવશે નહીં.

રજિસ્ટ્રેશન ફી

SC, ST, દિવ્યાંગ અને તમામ મહિલા ઉમેદવારો માટે GATE અરજી ફી – 750 રૂપિયા

લેટ ફી સાથે કુલ ફી – 1250 રૂપિયા

અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી – 1500 રૂપિયા

2000 રૂપિયા લેટ ફી સાથે ચૂકવવા પડશે

પરીક્ષા ક્યારે યોજાશે

GATE 2022 ની પરીક્ષા 05 ફેબ્રુઆરી, 06 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરી 2022 ના રોજ લેવામાં આવશે. આઈઆઈટી ખડગપુરે કહ્યું છે કે કોવિડ -19 ની સ્થિતિને જોતા બદલાવ શક્ય છે.

 

આ પણ વાંચોAIL Recruitment 2021: એર ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક પદ પર નોકરી મેળવવાની તક, આ રીતે અરજી કરો

આ પણ વાંચોCRPF Recruitment 2021: CRPFમાં પેરામેડિકલ સ્ટાફની 2439 જગ્યાઓ માટે જાહેર થઈ ભરતી, જાણો સિલેક્શનની સમગ્ર પ્રક્રિયા

Next Article