ગાંધીનગર : SSC-HSC પરીક્ષાની તૈયારીની સમીક્ષા, શિક્ષણ મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

|

Mar 14, 2022 | 7:26 PM

મંત્રી વાઘાણીએ જણાવ્યુ હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર S.O.P. માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે પરીક્ષાઓ યોજાશે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તણાવમુક્ત રીતે ડર વિના પરીક્ષા આપે તે ખૂબ જરૂરી છે.

ગાંધીનગર : SSC-HSC પરીક્ષાની તૈયારીની સમીક્ષા, શિક્ષણ મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી
Gandhinagar: Review of SSC-HSC exam preparation, Education Minister held a video conference with district administration officials (ફાઇલ)

Follow us on

રાજ્યભરમાં આગામી સમયમાં માર્ચ-2022માં યોજાનાર SSC અને HSC બોર્ડની પરીક્ષા લાખો વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં આપી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Waghani) આજે પરીક્ષા અંગેની સમીક્ષા બેઠકમાં ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાની તૈયારીની સમીક્ષા માટે શિક્ષણ મંત્રી વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સ (Video Conference)યોજાઇ હતી.

મંત્રી વાઘાણીએ જણાવ્યુ હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર S.O.P. માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે પરીક્ષાઓ યોજાશે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તણાવમુક્ત રીતે ડર વિના પરીક્ષા આપે તે ખૂબ જરૂરી છે. રાજ્યના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર શાંતિથી પરીક્ષા યોજાય તે માટે CCTV  કેમેરા, પોલીસ બંદોબસ્ત સહિત પૂરતી વ્યવસ્થા કરાઇ છે. પરીક્ષામાં ગેરરીતિ કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા, પરીક્ષા કેન્દ્રની માન્યતા રદ કરવાની સાથે દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર પેપર ફૂટી જવાની ખોટી અફવાઓ સામે કડક હાથે કામ લઇને આ પ્રકારની ઘટનાની તાત્કાલિક તપાસ કરી યોગ્ય સ્પષ્ટતા કરવાની રહેશે. ગેરરીતિ અટકાવવા તમામ 1625 પરીક્ષા કેન્દ્રો CCTV સહિતની વ્યવસ્થાથી સજજ છે તેમ જણાવી વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને પરીક્ષાના ડરથી તણાવમુ્ક્ત રાખવા પોલીસ દ્વારા અમલી ‘‘જીવન આસ્થા હેલ્પલાઇન’’નો વ્યાપ વધારવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.

મંત્રીએ કહ્યુ હતું કે, કોરોના બાદ પ્રથમવાર યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચિંતા ઓછી કરવા બોર્ડ દ્વારા 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. રાજ્યના આંતરિયાળ વિસ્તારમાંથી પરીક્ષા આપવા  આવતા વિદ્યાર્થીઓ માટે સમયસર બસ મળી રહે તેવી વ્યવસ્થા અને જરૂર પડે તો જિલ્લા વહીવટીતંત્ર અથવા સબંધિત અધિકારી દ્વારા વિદ્યાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવાની વ્યવસ્થા કરવા પણ મંત્રીશ્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આગામી તા. 28 માર્ચથી રાજ્યભરમાં શરૂ થનાર ધોરણ 10ની પરીક્ષામાં કુલ 958 કેન્દ્રો પર 9,64,529 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં 140 કેન્દ્રો પર 1,08,067 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત તા. 28 માર્ચથી શરૂ થનાર ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 527 કેન્દ્રો પર 4,25,834 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. આમ રાજ્યમાં કુલ 14,98,430 પરીક્ષાર્થીઓ કોરોના બાદ પ્રથમ વાર ક્લાસરૂમમાં બોર્ડની પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સંપૂર્ણ મુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં  પરીક્ષા આપી શકે તે માટે રાજ્ય સરકારે જરૂરી તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે તેમ જણાવી મંત્રીશ્રીએ રાજ્ય સરકાર વતી લાખો વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ આપી હતી.

પરીક્ષાની સમીક્ષા અંગે યોજાયેલી આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવ, શિક્ષણ  બોર્ડના ચેરમેન એ.જે.શાહ, ગુજરાત પોલીસના એડિશનલ ડીજી નરસિમ્હા કોમર તેમજ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી વિગતો આપી પરામર્શ કર્યો હતો.

આ પણ વાંચો : ભાજપે ચાર રાજ્યોમાં CM બનાવવા કેન્દ્રીય નિરીક્ષકોની કરી નિમણૂક, UPમાં અમિત શાહ અને ઉત્તરાખંડમાં રાજનાથ સિંહને સોંપાઈ જવાબદારી

આ પણ વાંચો : Weather Alert: સમગ્ર દેશમાં આ વખતે પડશે વધારે ગરમી, ‘લૂ’ અંગે પણ એલર્ટ જાહેર, જાણો જુદા-જુદા રાજ્યોની સ્થિતિ

Next Article