ઓનલાઇન મૂકવામાં આવેલા ગુજરાતી વિશ્વકોશને બહોળો પ્રતિસાદ

ગુજરાતી ભાષાનો પહેલો વિશ્વકોશ આજે દુનિયાભરના ગુજરાતીપ્રેમીઓ માટે પ્રમાણિત માહિતીનો મુખ્યસ્ત્રોત સાબિત થઇ રહ્યો છે. ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટે વિશ્વકોશને ડિજીટલ સ્વરુપે દુનિયાની સમક્ષ મુકતા જ માહિતીનો એક મોટો ખજાનો ગુજરાતી ભાષામાં લોકો મેળવી રહ્યાં છે.

ઓનલાઇન મૂકવામાં આવેલા ગુજરાતી વિશ્વકોશને બહોળો પ્રતિસાદ
Extensive response to Gujarati encyclopedia posted online
| Edited By: | Updated on: Feb 12, 2022 | 5:06 PM

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સાત વર્ષની મહેનત રંગ લાવી રહી છે. 7 વર્ષ એક આખી ટીમે અથાગ મહેનત કરી અને ગુજરાતી ભાષાનો (Gujarati language)પહેલો વિશ્વકોશ  (Gujarati encyclopedia)ઓનલાઇન (ON LINE) મૂકવામાં આવ્યો. ગુજરાતમાં અને ભારતમાં રહેતાં ગુજરાતીપ્રેમીઓ તો તેનો ઉપયોગ કરી જ રહ્યાં છે પણ, વિદેશના ગુજરાતી રસિકો તરફથી પણ આ વિશ્વકોશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. પહેલી જાન્યુઆરીથી 30 દિવસમાં જ ભારત ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ અને સિંગાપોર જેવા દેશોના લાખો લોકોએ ઓનલાઇન વિશ્વકોશમાંથી માહિતી પ્રાપ્ત કરી છે.

શ્રી કુમારપાળ દેસાઇએ જણાવ્યું કે, વિશ્વકોશ ઓનલાઇન માધ્યમ થકી લોકો સુધી પહોંચવો જરુરી હતું.

આ ત્રીસ દિવસમાં જ સિત્તેર હજારથી વધુ યુનિક વિઝિટર નોંધાયા છે. આ આંકડા વિશ્વકોશ ટ્રસ્ટને સારા અર્થમાં ઉત્સાહ આપનારા છે. આ વિશે વાત કરતાં ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કુમારપાળ દેસાઇએ જણાવ્યું કે, આજના સમયમાં વિશ્વકોશ ઓનલાઇન માધ્યમ થકી લોકો સુધી પહોંચવો જરુરી હતું. લોકોને સુગમ રીતે અને કોઇ મૂલ્ય ચૂકવ્યાં વગર જ જ્ઞાનના આ સાગરને પામી શકે છે. આગામી દિવસોમાં બાળવિશ્વકોશને પણ ઓનલાઇન મૂકવાનું ટ્રસ્ટનું પ્રયોજન છે.

ગુજરાતી ભાષાનો પહેલો વિશ્વકોશ આજે દુનિયાભરના ગુજરાતીપ્રેમીઓ માટે પ્રમાણિત માહિતીનો મુખ્યસ્ત્રોત સાબિત થઇ રહ્યો છે. ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટે વિશ્વકોશને ડિજીટલ સ્વરુપે દુનિયાની સમક્ષ મુકતા જ માહિતીનો એક મોટો ખજાનો ગુજરાતી ભાષામાં લોકો મેળવી રહ્યાં છે.

વરિષ્ઠ પત્રકાર શ્રી ભિખેશ ભટ્ટે કહ્યું કે, વિશ્વકોશ ઓનલાઇન મૂકવો એ એક યુવપ્રવર્તક કામ છે.

 

ઓનલાઇન વિશ્વકોશમાં મુદ્રિત વિશ્વકોશના 26,000 પૃષ્ઠોમાં સમાવેશ પામેલા 24,000થી વધુ લખાણોનો સમાવેશ કરાયો છે.હાલમાં શબ્દસંખ્યા બે કરોડની નજીક છે. વિશ્વકોશને અપડેટ કરવાનું કાર્ય પણ ચાલુ છે. ગુજરાતી ભાષાના અભ્યાસુ અને ભાવકો માટે વિશ્વકોશ એ પ્રમાણિત સંદર્ભ સ્ત્રોત છે. આ વિશે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર શ્રી ભિખેશ ભટ્ટે કહ્યું કે, આજના સમયમાં દળદાર ખંડ વાંચવા એ કોઇના માટે સુલભ નથી અને માટે વિશ્વકોશ ઓનલાઇન મૂકવો એ એક યુવપ્રવર્તક કામ છે.

આગામી દિવસોમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા પર વિશ્વકોશ ઉપલબ્ધ કરાવવાની દિશામાં ટ્રસ્ટ વિચાર કરી શકે

170 જેટલાં વિષયોનું વૈવિધ્ય આ વિશ્વકોશમાં મૂકવામાં આવ્યું છે. ગુજરાતના અને દેશ-વિદેશના મહત્વના વિષયોને તેમાં આવરી લેવાયા છે. આમ, આ વિશ્વકોશ થકી કોઇપણ ગુજરાતી વ્યક્તિ પોતાની માતૃભાષામાં દુનિયાની માહિતીઓનો ખજાનો એક ક્લિક કરીને મેળવી શકશે. આગામી દિવસોમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા પર વિશ્વકોશ ઉપલબ્ધ કરાવવાની દિશામાં ટ્રસ્ટ વિચાર કરી શકે છે.

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા : પ્રાકૃતિક કૃષિ અપનાવી રૂપિયા 60 લાખથી વધુ આવક મેળવતા સિધ્ધપુર ગામના ધરતીપુત્રો

આ પણ વાંચો : જામનગરઃ જમીન રીસર્વે રદ કરવાની માંગ કરતા ભાજપના નેતા, પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજુઆત

Published On - 4:40 pm, Sat, 12 February 22