Education News : હિંદી સહિત અન્ય સ્થાનિક ભાષાઓમાં હવે કરાવાશે એન્જિનિયરિંગનો અભ્યાસ

|

May 28, 2021 | 3:12 PM

Education News :  એન્જિનિયરિંગનો (Engineering) અભ્યાસ હવે હિંદી સહિત અન્ય ભાષાઓમાં પણ કરાવાશે. અખિલ ભારતીય ટેક્નોલોજી શિક્ષા પરિષદે (AICTE) અત્યારે નવા શૈક્ષણિક સત્રથી હિંદી સહિત આઠ ભારતીય ભાષાઓમાં ભણાવવાની મંજૂરી આપી છે.

Education News : હિંદી સહિત અન્ય સ્થાનિક ભાષાઓમાં હવે કરાવાશે એન્જિનિયરિંગનો અભ્યાસ
સાંકેતિક તસ્વીર

Follow us on

Education News :  એન્જિનિયરિંગનો (Engineering) અભ્યાસ હવે હિંદી સહિત અન્ય ભાષાઓમાં પણ કરાવાશે. અખિલ ભારતીય ટેક્નોલોજી શિક્ષા પરિષદે (AICTE) અત્યારે નવા શૈક્ષણિક સત્રથી હિંદી સહિત આઠ ભારતીય ભાષાઓમાં ભણાવવાની મંજૂરી આપી છે.

આવનારા દિવસોમાં AICTEની યોજના લગભગ 11 ભારતીય ભાષાઓમાં ભણાવવાની છે. આ વચ્ચે હિંદી સાથે અન્ય સાત ભારતીય ભાષાઓમાં ભણાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં મરાઠી ,બંગાળી,તેલુગુ,તમિલ,ગુજરાતી,કન્નડ અને મલયાલમ સામેલ છે.

સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવાથી રહે છે સરળતા 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

AICTEની આ પહેલ એ સમયની છે જ્યારે જર્મની,રુસ,ફ્રાંસ,જાપાન અને ચીન સહિત દુનિયાના અનેક દેશમાં  શિક્ષણ સ્થાનિક ભાષાઓમાં અપાઇ રહ્યુ છે. અત્યારે દેશમાં આવેલી નવી શિક્ષણ નીતિમાં સ્થાનિક ભારતીય ભાષાઓમાં અભ્યાસ પર ભાર અપાયો છે.

સરકારનું માનવું છે કે સ્થાનિક ભાષાઓમાં બાળકોને બધા જ વિષયો આરામથી સારી રીતે શિખવાડી શકાય છે. જ્યારે અંગ્રેજી કે અન્ય કોઇ ભાષામાં ભણાવવાથી તેમને મુશ્કેલી થાય છે. આ પહેલથી ગ્રામીણ અને આદિવાસી ક્ષેત્રથી આવનારા બાળકોને સૌથી વધારે ફાયદો થશે. કારણકે અત્યારના સમયે કોર્સ અંગ્રેજી ભાષામાં હોવાથી વિધાર્થીઓ ભણવાનું છોડી દે છે.

14 કોલેજો દ્વારા સ્થાનિક ભાષામાં ભણાવવાની માગવામાં આવી મંજૂરી 

AICTEના ચેયરમેન પ્રોફેસર અનિલ સહસ્ત્રબુધ્ધના પ્રમાણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણને આગળ વધારતા આ પહેલ કરવામાં આવી છે.  પ્રોફેસરના જણાવ્યા પ્રમાણે  અત્યાર  સુધી 14 એન્જીનિયરિંગ કોલેજોએ હિંદી સહિત પાંચ સ્થાનિક ભાષાઓમાં ભણાવાની પરવાનગી માગી છે. જ્યા અમે આની શરુઆત કરવા જઇ રહ્યા છીએ. અભ્યાસક્રમને આ તમામ ભાષાઓમાં તૈયાર કરવાનું કામ શરુ કરી દેવામાં આવ્યુ છે.

સૌથી પહેલા ફર્સ્ટ યરનો કોર્સ તૈયાર કરવામાં આવશે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે કેટલીક સંસ્થાઓમાં એન્જિનિયરિંગનો અભ્યાસ હિંદીમાં કેટલાય વર્ષોથી કરાવવામાં આવે છે.

AICTEએ હિંદી સહિત આઠ સ્થાનિક ભારતીય ભાષાઓમાં એન્જિનિયરીંગનો કોર્સ શરુ કરવાની પરવાનગી સાથે  આ તમામ ભાષાઓમાં પાઠ્યક્રમ તૈયાર કરવાનું કામ શરુ કરી દેવામાં આવ્યુ છે. અત્યારે સોફ્ટવેરની મદદ લેવામાં આવી રહી છે. જે 22 ભારતીય ભાષાઓમાં અનુવાદ કરી શકે છે. આની મદદથી અંગ્રેજીમાં જે અભ્યાસક્રમ છે તેનુ ઝડપી અનુવાદ કરાવી શકાય છે. AICTEએ અત્યારે પોતાની રીતનું નવુ સોફ્ટવેર તૈયાર કર્યુ છે.

Next Article