
ધોરણ 12ના કૃષિ વિષયના પ્રશ્નપત્રમાં ખેતી, બાગાયત, ઓર્ગેનિક ફાર્મિંગ, સિંચાઈ પદ્ધતિ, જમીનની ફળદ્રુપતા, ફૂડ પ્રોસેસિંગ અને મધમાખી ઉછેર જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. પ્રશ્નપત્રમાં ઓબ્જેક્ટિવ અને વર્ણનાત્મક એમ બે વિભાગ રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને કૃષિ સંબંધિત મૂળભૂત જ્ઞાનની સાથે વ્યવહારુ વિષયો પર પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
આ પ્રશ્નપત્રમાં ફૂડ પ્રિઝર્વેશન, હાઈટેક નર્સરી, જમીનનું pH મૂલ્ય, ડ્રિપ અને સ્પ્રિંકલર સિંચાઈ, બાયોફર્ટિલાઇઝર, ફળો અને શાકભાજીનું પેકેજિંગ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ તથા મધમાખીની રાણી અને તેના નૃત્ય જેવા વિષયો સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખેતી, ખાતર અને ફર્ટિલાઇઝર વચ્ચેનો તફાવત તેમજ ફળોના જામ અને જેલી બનાવવાની પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
પ્રશ્નપત્રના પ્રથમ વિભાગમાં એક માર્કના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જ્યારે બીજા વિભાગમાં ટૂંકા અને વિસ્તૃત જવાબ આપવાના પ્રશ્નો સામેલ હતા. વિદ્યાર્થીઓની તૈયારી અને અભ્યાસમાં મદદરૂપ થાય તે હેતુથી અહીં કૃષિ વિષયના પ્રશ્નપત્રના તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. પ્રશ્નોના જવાબ અંગ્રેજી ભાષામાં સરળતાથી સમજી શકાય તે રીતે રજૂ કરવામાં આવ્યા છે.
નોંધ: આ પ્રશ્નપત્રના પ્રશ્નોના જવાબ વિષય નિષ્ણાત દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. TV9 ગુજરાતી આ તમામ જવાબો સંપૂર્ણપણે સાચા હોવાનો દાવો કરતું નથી. વિદ્યાર્થીઓને જવાબોની પોતાના પાઠ્યપુસ્તક અથવા સત્તાવાર આન્સર કી સાથે ચકાસણી કરવાની સલાહ આપવામાં આવે છે.