Breaking News : UGC NETમાં NTAનો ધબડકો! અંગ્રેજીમાં 67 પ્રશ્નો બેઠા ‘કોપી-પેસ્ટ’ અને સમાજશાસ્ત્રનું પેપર બનાવ્યું AIએ ?

UGC NET 2026માં અંગ્રેજી અને સમાજશાસ્ત્રના પેપર પર એક નવો વિવાદ ઉભો થયો છે. ઉમેદવારો આરોપ લગાવી રહ્યા છે કે NTA એ સમાજશાસ્ત્રનું પેપર તૈયાર કરવા માટે AIનો ઉપયોગ કર્યો હતો. જેમાં અસંખ્ય ભૂલો છે. અંગ્રેજી પ્રશ્નો પણ UGC NET 2024 માંથી નકલ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Breaking News : UGC NETમાં NTAનો ધબડકો! અંગ્રેજીમાં 67 પ્રશ્નો બેઠા કોપી-પેસ્ટ અને સમાજશાસ્ત્રનું પેપર બનાવ્યું AIએ ?
UGC NET 2026
Image Credit source: AI Generated
| Updated on: Jul 02, 2026 | 2:49 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ તાજેતરમાં UGC NET 2026નું આયોજન કર્યું હતું. જેમાં 87 વિષયોમાં સફળતાપૂર્વક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, કેટલાક વિષયોમાં UGC NETના પેપરને લઈને એક નવો વિવાદ શરૂ થઈ રહ્યો હોય તેવું લાગે છે. ઉમેદવારો UGC NET 2026ના અંગ્રેજી અને સમાજશાસ્ત્રના પેપરમાં પૂછાયેલા પ્રશ્નો પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા ઉમેદવારો દાવો કરી રહ્યા છે કે UGC NET 2026ના અંગ્રેજી પેપરમાં પૂછાયેલા પ્રશ્નો 2024 UGC NETના પેપરમાંથી નકલ કરવામાં આવ્યા છે.

દરમિયાન, ઘણા ઉમેદવારોનો દાવો છે કે UGC NET 2026 સમાજશાસ્ત્રના પેપરમાં પૂછાયેલા પ્રશ્નો અભ્યાસક્રમની બહારના હતા. આનાથી એક નવો વિવાદ ઉભો થયો છે. UGC NET જૂન 2026ની પરીક્ષા 22 જૂનથી 30 જૂન સુધી બે શિફ્ટમાં યોજાઈ હતી. પહેલી શિફ્ટ સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી હતી.

અંગ્રેજીના 67 પ્રશ્નો કોપી-પેસ્ટ હોવાનો દાવો

ઉમેદવારો દાવો કરી રહ્યા છે કે UGC NET 2026 અંગ્રેજી પેપરમાં પ્રશ્નો કોપી અને પેસ્ટ કરવામાં આવ્યા છે. ઉમેદવારોનો દાવો છે કે UGC NET 2026 અંગ્રેજી પેપરમાં કુલ 150 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને આમાંથી 67 પ્રશ્નો UGC NET 2024 અંગ્રેજી પેપરમાં પૂછાયેલા પ્રશ્નો જેવા જ હતા. આનો અર્થ એ થયો કે 2026નું પેપર 2024માં પૂછાયેલા પ્રશ્નોની નકલ કરીને બનાવવામાં આવ્યું હતું.

સમાજશાસ્ત્રના પેપરમાં સિલેબસ બહારના પ્રશ્નો હોવાનો દાવો

ઉમેદવારો UGC NET 2026 સમાજશાસ્ત્રના પેપર વિશે પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ઉમેદવારોએ દાવો કર્યો છે કે UGC NET 2026 સમાજશાસ્ત્રના પેપરમાં ઘણા પ્રશ્નો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા અને તે અભ્યાસક્રમની બહારના હતા.

પ્રશ્નો સમજવા બન્યા મુશ્કેલ

આ ઉપરાંત પેપરમાં મોટી સંખ્યામાં જોડણી અને વ્યાકરણની ભૂલો હોવાનો પણ આરોપ છે. ઉમેદવારો કહે છે કે ઘણા અગ્રણી સમાજશાસ્ત્રીઓના નામ પણ ખોટી જોડણીવાળા હતા. જેમ કે Ritzerની જગ્યાએ Putzer, Parsonsની જગ્યાએ Parsow, Ghurye ની જગ્યાએ Ghunye, A R Desai ની જગ્યાએ A K Desai અને Nussbaum ની જગ્યાએ Nusbaut લખવામાં આવ્યું હતું. ઉમેદવારોએ પેપરના હિન્દી અનુવાદ અંગે પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઘણા પ્રશ્નોનો અનુવાદ એટલા ખોટા હતા કે પ્રશ્નો સમજવા મુશ્કેલ બન્યા.

આ પણ વાંચો, ઘર બેઠા UN માટે કામ કરવાની તક! ભારતીયો માટે Work From Home ઇન્ટર્નશિપ, સોશિયલ મીડિયા સંભાળવાની મળશે જવાબદારી

Follow Us