UPSC ની તૈયારી માટેનુ ઉત્તમ સ્થળ SPIPA ગુડ ગવર્નન્સ તરીકે ઉભરી આવ્યુ

|

Aug 12, 2023 | 11:37 PM

રાજ્ય સરકારના કર્મચારીઓને નાગરિક કેન્દ્રિત અને નૈતિકતાપૂર્ણ વહીવટના અમલ માટે ગુણવત્તાયુક્ત તાલીમ આપીને સુશાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત એક એવી સંસ્થા કે જેના પાયામાં અખંડ ભારતના શિલ્પી અને દેશના લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભાઈ પટેલના મૂલ્યો રહેલાં છે. એવું UPSC ની તૈયારી માટે નુ ઉત્તમ સ્થળ એટલે સ્પીપા છે. 

UPSC ની તૈયારી માટેનુ ઉત્તમ સ્થળ SPIPA ગુડ ગવર્નન્સ તરીકે ઉભરી આવ્યુ

Follow us on

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે પ્રામાણિક, પારદર્શી, દૂરદર્શી અને કર્તવ્યનિષ્ઠ વહીવટની એક નવી મિસાલ કાયમ કરી હતી. તેઓના આ જ વિઝનને આગળ ધપાવતાં ગુજરાત સરકાર દ્વારા આ સંસ્થાનો પાયો વર્ષ નંખાયો 1962માં વર્ષ 1974માં તેનું નામાભિધાન ‘સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન’ તરીકે કરવામાં આવ્યું.

વર્ષ 2004માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા હાલના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ સ્પીપાને એક સ્વાયત્ત સંસ્થાનો દરજ્જો અપાવ્યો. ગુડ ગવર્નન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં શ્રેષ્ઠ અધિકારીઓ આપવાના કેન્દ્ર તરીકે સિવિલ સર્વિસ સ્ટડી સેન્ટર ઉભરી આવ્યુ છે.

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં સ્પીપા દિનપ્રતિદિન પોતાનું કાર્યક્ષેત્ર અને ઉમેદવારો માટેની સુવિધાઓ વિસ્તારી રહેલ છે. બદલાતા સમય સાથે સતત કદમ મેળવતી અને આધુનિકતા તેમજ ટેકનોલોજીના યોગ્ય ઉપયોગને અપનાવતી સ્પીપા ખાતે 200 બેઠકોની ક્ષમતા ધરાવતું સંપૂર્ણ વાતાનુકૂલિત ઓડિટોરિયમ, સ્ત્રીઓ અને પુરુષો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અલગ-અલગ હોસ્ટેલ્સ, અદ્યતન તકનીકી સાધનો સાથેના સેમિનાર હોલ્સ તેમજ ક્લાસ રૂમ્સ, આધુનિક સુવિધાઓ સાથેનો પરીક્ષા હૉલ, બે કોમ્પ્યુટર લેબ્સ અને 1 લાખથી પણ વધુ સરકારી પુસ્તકો, 52000થી વધુ અન્ય પુસ્તકો અને અનેક મેગેઝીન્સ ધરાવતું અત્યાધુનિક પુસ્તકાલય અને તેઓને કોઈપણ સમયે વાંચન અને અધ્યયનની સુવિધા પૂરી પાડતાં રીડિંગ રૂમ્સ જેવી સુવિધાઓ થકી સ્પીપાએ અનેકો ઉમેદવારોની પ્રશિક્ષણની પ્રક્રિયાને અત્યંત સરળ અને સુવિધાપૂર્ણ બનાવી દીધી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

સમાજના દરેક વર્ગના ઉમેદવારોને સિવિલ સર્વિસીસની પરીક્ષા માટે પ્રોત્સાહિત કરવા અને તૈયાર કરવા માટે સ્પીપા દ્વારા UPSC અભ્યાસ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે જેમાં કોઈપણ પ્રકારની કોચિંગ ફી વગર ઉમેદવારોને શ્રેષ્ઠતમ તાલીમ પૂરી પાડવામાં આવે છે.

પ્રતિવર્ષ અંદાજે 635 જેટલા મહત્વકાંક્ષી ઉમેદવારોને સ્પીપા દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવે છે. સ્પીપામાં દરેક ક્ષેત્રના નિષ્ણાંત ફેકલટી દ્વારા તાલીમ મળે છે સાથે જ, સ્પીપા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપીને તેમની હિંમત અને આત્મવિશ્વાસ બન્ને વધારે છે. આજે ગુજરાતના ખૂણે-ખૂણે એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં સ્પીપાના રીજનલ ટ્રેનીંગ સેન્ટર્સમાં તાલીમ આપવામાં આવે છે.

સ્પીપા સંસ્થામા તૈયારી કરીને 270 થી વધુ યુવાનો UPSC પાસ કરી IAS/IPS અને અન્ય કેન્દ્રીય સેવાઓમાં જોડાયા છે. તથા ગુજરાત સિવિલ સેવામાં પસંદ થતા મોટાભાગના યુવાનો આ સંસ્થામાંથી તાલીમ મેળવેલા હોય છે. સ્પીપા સંસ્થાનુ સૂત્ર જ છે કે Light the lamp of knowledge એટલે કે જ્ઞાનનો દિવો પ્રજવ્વલિત રાખો.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મિશન કર્મયોગીના વિઝનને સાર્થક કરવા ગુણવત્તા યુકત અધિકારી દેશ ને આપવા તૈયારી કરાવીને UPSC ની તૈયારી માટે દિલ્હી મા ચાલતા શ્રેષ્ઠતમ ક્લાસો ની સમકક્ષ વિનામૂલ્યે તાલીમ ગુજરાતમાં સ્પીપામાં આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : EDI અને NTPCએ ઉદ્યોગ સાહસિકતા દ્વારા મહિલા સશક્તિકરણ માટે મિલાવ્યો હાથ

સ્પીપા આજે UPSC ની તૈયારી માટેનુ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. આ સંસ્થાએ તૈયાર કરેલાં અનેક કર્મયોગીઓ આજે ગુજરાતને જ નહિ, સમગ્ર દેશને સુશાસનના પંથે આગળ ધપાવી રહ્યાં છે. આવનાર સમયમાં વધુ UPSC ની તૈયારી કરનાર ગુજરાતી ઉમેદવારો ભારતીય સિવિલ સેવામાં જોડાશે અને ભારતીય સિવિલ સેવાનો પાયો મજબુત કરશે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:37 pm, Sat, 12 August 23

Next Article