
પરંપરાગત દીવડા, મીણબતી અને LED લાઇટનો ઉપયોગ કરો: ચાઈનીઝ ઇલેક્ટ્રિક લાઇટની જગ્યાએ માટીના દીવડા પ્રયોગ કરો. તેલ અથવા ઘીના દીવડા પ્રકાશ સાથે પોઝિટિવ એનર્જી ફેલાવે છે. LED લાઇટ્સ વીજળી ઓછી વાપરે છે અને લાંબા સમય સુધી ચાલે છે.

ઈકો-ફ્રેન્ડલી ભેટો આપો: પ્લાસ્ટિકની વસ્તુઓની જગ્યાએ હેન્ડમેડ વસ્તુઓ, જ્યુટ બેગ, પ્લાન્ટ્સ, ઓર્ગેનિક ચૉકલેટ્સ જેવી ભેટો આપો. રીસાયકલ પેપર રેપિંગ કરો, ચમકદાર પ્લાસ્ટિક રેપર્સથી બચો.

સ્વદેશી સજાવટ કરો: ફૂલ, પાન, રંગોળી જેવી કુદરતી સજાવટનો ઉપયોગ કરો. રંગોળી માટે કુદરતી રંગો (હળદર, મેથી, ચંદન, હિબીસ્કસ પાવડર વગેરે) નો ઉપયોગ કરો.

ધુમાડા અને અવાજથી બચો: ફટાકડાં ન ફોડો અથવા જો ફોડવા હોય તો “ગ્રીન ક્રેકર્સ” પસંદ કરો. બાળકોને સમજાવો કે શાંતિ અને સ્વચ્છ હવા જ સાચો આનંદ આપે છે.

ઘરેલું ખોરાક બનાવો: બજારના જંક ફૂડની જગ્યાએ ઘરેલું મીઠાઈ અને નાસ્તો બનાવો. જો શક્ય હોય તો બચેલ ખોરાક ગરીબોને વહેંચો.

સફાઈ અભિયાનમાં ભાગ લો: દિવાળીની સફાઈ દરમિયાન પ્લાસ્ટિક અલગ કરો અને રીસાયકલ કરો. તમારા વિસ્તારને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લો.

વૃક્ષારોપણ અથવા ડોનેશન કરો: દિવાળી પર એક નવું વૃક્ષ રોપો. તેને સારી રીતે ઉછેરો અને ધ્યાન રાખો.