સરકારે વિદેશી ફટાકડાની આયાત પર લગાવી રોક, ગેરકાયદે ફટાકડાના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ

|

Nov 07, 2020 | 6:33 PM

ગુજરાતમાં વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા રાજ્યમાં ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગેરકાયદે ફટાકડાના વેચાણ, સંગ્રહ તેમજ જાહેરમાં ફટાકડા ફોડવા મુદ્દે કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છ કે રાજ્યમાં ગૃહ વિભાગે આ મુદ્દે તમામ રેંજ આઇજી અને કલેક્ટરને સૂચના આપી છે સાથે જ તમામ જિલ્લા […]

સરકારે વિદેશી ફટાકડાની આયાત પર લગાવી રોક, ગેરકાયદે ફટાકડાના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ

Follow us on

ગુજરાતમાં વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા રાજ્યમાં ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગેરકાયદે ફટાકડાના વેચાણ, સંગ્રહ તેમજ જાહેરમાં ફટાકડા ફોડવા મુદ્દે કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છ કે રાજ્યમાં ગૃહ વિભાગે આ મુદ્દે તમામ રેંજ આઇજી અને કલેક્ટરને સૂચના આપી છે સાથે જ તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોને નિર્દેશ આપ્યા છે કે ગેરકાયદે ફટાકડાનું વેચાણ નહિ થઇ શકે.

એક ડેટા મુજબ દેશમાં વિદેશી  ફટાકડાનું ટર્ન ઓવર  અંદાજે 2000 કરોડનું છે. ત્યારે આ વર્ષે વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ લાગતા સ્વદેશી ફટાકડા ઉધોગને ફાયદો થશે.સ્વદેશી ફટાકડા ઉધોગને ફાયદો થતા રોજગારીની તકો વધશે.

ધારો કે એક વ્યક્તિનો મહિનાનાો સરેરાશ પગાર રુપિયા  25,000 છે એટલે કે વાર્ષિક પગાર રુપિયા 3,000,00 થશે. જ્યારે ફટાકડા ઉધોગનું અંદાજે  વિદેશી માર્કેટ 2000 કરોડ રુપિયા બંધ થતા દેશને ફાયદો થશે. આ આંકડાઓ મુજબ ગણતરી કરતા વિદેશી ફટાકડા માર્કેટ દેશના સાડા 6 લાખ લોકોના  એક વર્ષના પગાર બરાબર છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article