દિવાળીની રજાઓ દરમિયાન સતત મળતી રહેશે મેડિકલ સેવાઓ, કોરોનાને પગલે તમામ હેલ્થ સેન્ટરો રહેશે ચાલું

|

Nov 16, 2020 | 3:44 PM

દિવાળીની રજાઓ દરમિયાન પણ અમદાવાદ મ્યુનિસિપલના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રહેશે. કોરોનાના વધતા કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત શહેરમાં વિવિધ રસ્તાઓ પર ઉભા કરેલા કોરોના ટેસ્ટિંગના ડોમ સવારે 9થી બપોરે 4 સુધી ખુલ્લા રહેશે. કોરોનાને સંલગ્ન સંજીવની સેવા, 104, વડીલ સેવા અને ધન્વંતરી સેવા પણ કાર્યરત રહેશે. આ […]

દિવાળીની રજાઓ દરમિયાન સતત મળતી રહેશે મેડિકલ સેવાઓ, કોરોનાને પગલે તમામ હેલ્થ સેન્ટરો રહેશે ચાલું

Follow us on

દિવાળીની રજાઓ દરમિયાન પણ અમદાવાદ મ્યુનિસિપલના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રહેશે. કોરોનાના વધતા કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત શહેરમાં વિવિધ રસ્તાઓ પર ઉભા કરેલા કોરોના ટેસ્ટિંગના ડોમ સવારે 9થી બપોરે 4 સુધી ખુલ્લા રહેશે. કોરોનાને સંલગ્ન સંજીવની સેવા, 104, વડીલ સેવા અને ધન્વંતરી સેવા પણ કાર્યરત રહેશે. આ તમામ સેવાઓમાં અંદાજે 8 હજાર ડૉક્ટરો ફરજ બજાવશે.

આ ઉપરાંત દિવાળીમાં પણ લોકોને સારવાર મેળવવામાં તકલીફ ન પડે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને કહ્યું છે કે, 19 નવેમ્બર સુધી ડૉક્ટર ઓન કૉલ સેવા મળી રહેશે. જેમાં 150 ડૉક્ટર અને 15 કો-ઓર્ડિનેટર સેવા આપશે. નર્સિંગ હોમ્સ 21 નવેમ્બર સુધી ખુલ્લા રહેશે. આ ઉપરાંત એલજી, શારદાબહેન અને નગર હોસ્પિટલમાં 24 કલાક સારવાર મળી રહેશે. સિવિલ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડી પણ 24 કલાક ચાલુ રહેશે. નોન-કોવિડ દર્દી માટેની ઓપીડી સવારે 9થી બપોરના 2 સુધી, ત્યારબાદ ટ્રોમા સેન્ટરમાં દર્દી તપાસ કરાવીને સારવાર મેળ‌વી શકે છે. આ સિવાય કોઇપણ વ્યકિત ટ્રોમા સેન્ટરમાં 24 કલાક તપાસ-સારવાર કરાવી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article