આ યુવાન ટાટા કંપનીમાંથી એન્જિનિયરની નોકરી છોડી ખેડૂત બન્યો, ખેતીના વ્યવસાયથી કરે છે લાખોની કમાણી

|

Oct 11, 2021 | 2:01 PM

તેમણે 2012 માં BIT બેંગ્લોરથી બી.ટેક. પૂર્ણ કર્યા બાદ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) માં પ્લેસમેન્ટ મળ્યું. પરંતુ, સમય જતાં તેને સમજાયું કે તે 9 થી 5 ની નોકરી માટે નથી અને તેના ગામના પોતાના લોકો માટે ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં કંઈક કરવા માગે છે.

આ યુવાન ટાટા કંપનીમાંથી એન્જિનિયરની નોકરી છોડી ખેડૂત બન્યો, ખેતીના વ્યવસાયથી કરે છે લાખોની કમાણી
Farming Method - Model Farm

Follow us on

ખેતી આજે નફાકારક વ્યવસાય બની ગયો છે. આ જ કારણ છે કે આજે આ ક્ષેત્ર યુવાનોને ખૂબ આકર્ષે છે. આવો જ એક યુવક છે રાકેશ મહંતી, જેણે એન્જિનિયરિંગની નોકરી છોડી કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. રાકેશ મોહંતીએ ખેતી કરવા માટે પોતાની ઉચ્ચ પગારની નોકરી છોડી દીધી અને જમશેદપુરમાં ખેતી કરી રહ્યા છે. રાકેશ મોહંતી તેની સાથે 80 ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ કરી રહ્યા છે.

80 ખેડૂતોને મદદ કરે છે
રાકેશ મોહંતી કહે છે કે જો કંઈક સુધારવું હોય તો તેને મોડેલ બનાવવું પડશે. તેનું ઉદાહરણ બનાવવું પડશે, તો જ લોકો આપમેળે તેને અનુસરશે. તેથી, તેણે તેની સાથે કામ કરી રહેલા 5 ખેડૂતોની મદદથી ખેતીની જમીન પર એક મોડેલ-ફાર્મ તૈયાર કર્યું. તેમાં સફળતા મળતા અન્ય ખેડૂતોએ પણ તેને અપનાવવાનું શરૂ કર્યું. હવે 80 થી વધુ ખેડૂતો તેની સાથે સંકળાયેલા છે અને તેમાંથી સારો નફો મેળવી રહ્યા છે.

ભૂમિહીન લોકોને આપ છે પગાર
2017 માં મહંતીએ તેમનો સામાજિક સાહસ ‘બ્રુક એન બીઝ’ શરૂ કર્યો હતો, જે મુખ્યત્વે સ્થાનિક ખેડૂતો સાથે મળીને સામુદાયિક ખેતી અને ઓર્ગેનિક પાક ઉગાડવા પર કામ કરે છે. રાકેશ અને અન્ય ખેડૂતો એકબીજા સાથે જમીન, સંસાધનો, જ્ઞાન, સાધનો, મજૂર અને મશીનરી વહેંચે છે, જેના બદલામાં પોતાની જમીન ધરાવતા ખેડૂતોને નફાની ટકાવારી મળે છે જ્યારે ભૂમિહીનને દર મહિને 6000 રૂપિયા પગાર મળે છે. તદુપરાંત, ખેડૂતોએ તેમના ઉત્પાદનો વેચવા અથવા બજારમાં લઈ જવા માટે નાણાં ખર્ચવાની ચિંતા કરવાની જરૂર નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગ્રામીણ વિકાસ ક્ષેત્રે કામ કરવાની ઈચ્છા
ટેક્નોક્રેટથી ખેડૂત સુધીની તેની સફરનું વર્ણન કરતા મહંતીએ કહ્યું કે 2012 માં BIT બેંગ્લોરથી બી.ટેક. પૂર્ણ કર્યા બાદ તેને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) માં પ્લેસમેન્ટ મળ્યું. પરંતુ, સમય જતાં તેને સમજાયું કે તે 9 થી 5 ની નોકરી માટે નથી અને તેના ગામના પોતાના લોકો માટે ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં કંઈક કરવા માગે છે.

ચાર વર્ષ પછી, તેણે નોકરી છોડી દીધી અને XLRI, જમશેદપુર સાથે મેનેજમેન્ટ પ્રોગ્રામમાં જોડાયો. તેઓ ખેતીમાં નવીનતા તરફ ખૂબ જ ઝુકાવ ધરાવતા હોવાથી, જમશેદપુરમાં એમબીએ પ્રોગ્રામ પૂર્ણ કરતી વખતે અને તેમના ભવિષ્ય માટે આયોજન કરતી વખતે તેઓ નિયમિતપણે તેમના ખેતરોની મુલાકાત લેતા હતા.

‘ફાર્મ પાર્ટિસિપેશન પ્રોજેક્ટ’ શરૂ થયો
તેમણે વધુમાં જણાવ્યું કે એમબીએના અભ્યાસ દરમિયાન તેમને ખેતીમાં રસ પડ્યો અને કૃષિને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાનું વિચાર્યું. આ પછી તેમણે આ વિષય પર સંપૂર્ણ સંશોધન કર્યું. કૃષિની સમસ્યાઓ અને ઉકેલો માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરી. આ પછી, બજારના અભાવને ધ્યાનમાં રાખીને, ‘ફાર્મ પાર્ટિસિપેશન પ્રોજેક્ટ’ નામની બીજી પહેલ શરૂ કરવામાં આવી, જે અંતર્ગત શહેરી વિસ્તારોના લોકો માટે ખેતરના ખેતરોમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

તે માત્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચેનું અંતર દૂર કરવા માટે હતું જેથી તેઓ એકબીજા વિશે જાણી શકે. દરમિયાન, ‘કિસાન હાટ’ પણ શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત સોસાયટીઓમાં સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જેથી ગ્રાહકોને તેમના દરવાજા પર ઓર્ગેનિક પેદાશો પૂરા પાડી શકાય.

આ પણ વાંચો : પશુપાલકોએ આ ઋતુ દરમિયાન દુધાળ પશુઓની સાર સંભાળ અને માવજત કેવી રીતે કરવી, જેથી રોગોથી બચાવી શકાય

આ પણ વાંચો : ખાદ્યતેલના ભાવમાં 50 ટકાનો વધારો થયો, સરકારે ભાવને કંટ્રોલ કરવા માટે સ્ટોક લિમિટનો આદેશ આપ્યો

Published On - 1:59 pm, Mon, 11 October 21

Next Article