Tomato Price Hike: ટામેટાના ભાવમાં કેમ અચાનક વધારો થયો? જાણો મોંઘવારી વધવાનું કારણ

|

Jun 27, 2023 | 5:26 PM

જો બે મહિના પહેલાની વાત કરવામાં આવે તો એપ્રિલ-મે દરમિયાન ટામેટાના ભાવ 10-20 રૂપિયા હતો. જથ્થાબંધ માર્કેટની વાત કરવામાં આવે તો તેનો ભાવ 3-5 રૂપિયા હતો. ઘણા રાજ્યોના ખેડૂતોને નીચા ભાવ મળતા તેઓને ખેતી ખર્ચ પણ તેમાંથી નીકળતો ન હતો.

Tomato Price Hike: ટામેટાના ભાવમાં કેમ અચાનક વધારો થયો? જાણો મોંઘવારી વધવાનું કારણ
Tomato Price

Follow us on

હાલમાં સમગ્ર દેશમાં ટામેટાના ભાવમાં વધારો (Tomato Price Hike) જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટા અચાનક મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે. ટામેટાના ભાવ દેશની રાજધાની દિલ્હીની સાથે બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતે સહિત લગભગ આખા દેશમાં તે મોંઘા થઈ ગયા છે. અત્યારે એક કિલો ટામેટાનો ભાવ 100 થી 120 રૂપિયા થઈ ગયો છે. આ બધા વચ્ચે મોટો સવાલ એ છે કે અચાનક ટામેટા આટલા મોંઘા કેમ થયા?

જથ્થાબંધ માર્કેટમાં ટામેટાનો ભાવ 3 થી 5 રૂપિયા હતો

જો બે મહિના પહેલાની વાત કરવામાં આવે તો એપ્રિલ-મે દરમિયાન ટામેટાના ભાવ 10-20 રૂપિયા હતો. જથ્થાબંધ માર્કેટની વાત કરવામાં આવે તો તેનો ભાવ 3-5 રૂપિયા હતો. ઘણા રાજ્યોના ખેડૂતોને નીચા ભાવ મળતા તેઓને ખેતી ખર્ચ પણ તેમાંથી નીકળતો ન હતો. ખેડૂતોને ટામેટા 2 રૂપિયા કિલોના ભાવે વેચવા પડી રહ્યા હતા. ઘણા ખેડૂતોએ તેનો વિરોધ કર્યો અને ટામેટાને રસ્તા પર ફેંક્યા હતા.

ટામેટાની આવકમાં મોટો ઘટાડો થયો

દેશમાં હાલ ચોમાસાની શરૂઆત થઈ છે અને અચાનક જ ટામેટાના ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે કેટલાક દિવસોથી દિલ્હીમાં ટામેટાની આવકમાં મોટો ઘટાડો થયો છે. આવક ઘટતા હોલસેલમાં ટામેટા મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે. દુકાનદારો માટે ટામેટાનો ભાવ 70-80 રૂપિયા છે તો તેની સીધી અસર છૂટક બજારમાં પણ જોવા મળી છે અને ભાવમાં વધારો થયો છે.

ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?
Malhar thakar marriage : જાણો કેટલું ભણેલી છે પૂજા જોશી
ઓટ્સ ખાવાથી થાય છે અઢળક લાભ
ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન
શિયાળામાં મળતી લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?
આજનું રાશિફળ તારીખ 12-11-2024

ઘણા રાજ્યોમાં ટામેટાનો પાક બરબાદ થઈ ગયો

ગાઝીપુર મંડીના વેપારી અને બજાર પ્રમુખ સત્યદેવ પ્રસાદે TV9 હિન્દીને જણાવ્યું કે દિલ્હી-NCRમાં ટામેટા સહિત તમામ શાકભાજીના ભાવ મોંઘા રહેશે. ટામેટાની વધતી કિંમતો પર તેમણે કહ્યું કે વરસાદના કારણે કે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ટામેટાનો પાક બરબાદ થઈ ગયો છે. તેમણે કહ્યું કે દિલ્હીના બજારમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી ટામેટાની સપ્લાય કરવામાં આવે છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા, જેના કારણે ટામેટાના પાકને નુકશાન થયું અને ઉત્પાદન પર અસર પડી છે.

આ પણ વાંચો : Pulses Price Hike: કેન્દ્રએ લીધો મોટો નિર્ણય, હવે દાળના વધતા ભાવ પર લાગશે બ્રેક

માગ અને પુરવઠામાં તફાવતના કારણે કિંમતોમાં વધારો થયો

મનોજ કુમારે જણાવ્યું કે, અગાઉ ગાઝીપુર મંડીમાં દરરોજ 20 થી 30 ટ્રક ટામેટા આવતા હતા, પરંતુ હવે માત્ર 10 થી 11 ટ્રકો જ ટામેટા બજારોમાં પહોંચી રહ્યા છે. આ જ કારણ છે કે માગ અને પુરવઠામાં મોટો તફાવત હોવાને કારણે કિંમતોમાં વધારો થયો છે. સાથે જ ઘણા લોકોનું કહેવું છે કે વાજબી ભાવ ન મળવાને કારણે ખેડૂતોએ ટામેટાનો વાવેતર વિસ્તાર ઓછો કર્યો છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article