ઉનાળાની દુધાળા પશુઓ પર શું અસર થાય છે? આ સમયે પશુઓની સાર-સંભાળ અને માવજત કેવી રીતે કરવી

|

May 11, 2021 | 11:44 AM

વાતાવરણનાં પરિબળો જેવા કે તાપમાન, હવામાં ભેજનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ અને પ્રકાર, સૂર્ય પ્રકાશનો સમયગાળો અને તેની તીવ્રતા તથા હવાનું બંધારણ વગેરે પશુપાલન તથા પશુઓની ઉત્પાદકતા પર પ્રત્યક્ષ રીતે નોંધપાત્ર અસર કરે છે.

ઉનાળાની દુધાળા પશુઓ પર શું અસર થાય છે? આ સમયે પશુઓની સાર-સંભાળ અને માવજત કેવી રીતે કરવી
દુધાળા પશુ

Follow us on

વર્ષ દરમ્યાન જુદી-જુદી ઋતુઓમાં હવામાન અલગ-અલગ હોય છે તથા વાતાવરણનાં પરિબળો જેવા કે તાપમાન, હવામાં ભેજનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ અને પ્રકાર, સૂર્ય પ્રકાશનો સમયગાળો અને તેની તીવ્રતા તથા હવાનું બંધારણ વગેરે પશુપાલન તથા પશુઓની ઉત્પાદકતા પર પ્રત્યક્ષ રીતે નોંધપાત્ર અસર કરે છે. કેટલાક પરિબળો જમીન, ઘાસ-ચારા, વનસ્પતિ, પીવાના પાણી, રોગ પેદા કરતાં જીવાણુંઓ, રોગ વાહક કીટકો-જંતુઓ પણ પશુપાલનને અસર કરે છે.

ઉનાળાની પશુઓ પર થતી અસરો:

1. વાતાવરણના તાપમાનમાં વધારો થતા ગાય-ભેંસના દૈનિક ખોરાકમાં જથ્થા/પ્રમાણમાં ઘટાડો થાય છે. પશુએ ગ્રહણ કરેલો ખોરાક પાચનતંત્રમાં વધુ સમય સુધી રોકાય છે તથા પાચન ક્રિયા મંદ બને છે.
2. તાપમાન વધતાં ગાયની ઓલાદ તથા તેમની ગરમી કે ઠંડી સહન કરવાની ક્ષમતા મુજબ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. પશુઓમાં બી.એસ.ટી. ના સ્ત્રાવ તથા લોહીમાં તેના પ્રમાણમાં ઘટાડો થવાને કારણે પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
3. ઉછરતા પશુઓની ખોરાક ગ્રહણ કરવાના પ્રમાણ/જથ્થામાં ઘટાડો, લોહીમાં ગ્રોથ તથા થાયરોકિસન આંત:સ્ત્ર્રાવોનાં સ્તરમાં ઘટાડો તથા વાતાવરણનાં વધુ તાપમાનની પ્રતિકુળ અસરને કારણે તેમની વૃધ્ધિ ઓછી થાય છે.
4. તાપમાનમાં અતિશય વધારો થતા જો રહેઠાણ દ્વારા પુરતા પ્રમાણમાં રક્ષણ ન મળે તો તેમને શરીરના તાપમાનને જાળવવામાં મુશ્કેલી પડે છે અને શરીરનું તાપમાન વધે છે.
5. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ચરિયાણનાં ઘાસચારા / વનસ્પતિના પાંદડાં પીળા પડે છે તથા ચિમળાઈ જાય છે. તેમાં રહેલ કેરોટિન નાશ પામે છે.
6. વાતાવરણમાં અથવા પશુ રહેઠાણ / કોઢની હવામાં કાર્બન ડાયોકસાઈડ વાયુ તથા અન્ય અનિચ્છનીય વાયુઓનું આરોગ્ય જોખમાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દુધાળ પશુઓ પર માઠી અસર દુર કરવા સાર સંભાળ તથા માવજત:

1. ઉનાળાનાં તાપમાન વધે ત્યારે છાપરા પર ૧પ સે.મી. પૂળાનો પથરાવ કે પાણીના છંટકાવ કરવો.
2. ભેંસો-સંકર ગાયોના સંપૂર્ણ શરીર પર પાણી છંટકાવ કરવાથી શારીરિક તાપમાનમાં ઘટાડો થાય છે. તથા ખોરાકની પાચ્યતા વધતાં ઉત્પાદકતા જળવાઈ રહે છે.
3. દૂઝણા પશુઓને જયારે પણ પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે તેમને સ્વચ્છ અને રૂચિકર પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
4. પશુ રહેઠાણમાં હવાનાં બંધારણની માઠી અસર દુર કરવા પશુઓને છુટા રાખીને નિભાવ કરવાની પધ્ધતિની ભલામણ કરવામાં આવેલ છે.
5. તીવ્ર ઉનાળાના સમયમાં રેષાયુકત ખાધ્ય પદાર્થનું પ્રમાણ ઘટાડી, ચરબીયુકત પદાર્થનું પ્રમાણ વધારવું.

Next Article