પાણી છે તો ખેતી છે વગર પાણીએ ખેતી આત્મા વગરના શરીરની જેમ છે. ત્યારે દુષ્કાળ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે અગાઉથી કરેલા ઉપાય ખુબ ઉપયોગી થતાં હોય છે. પ્રદુષણ અને કલાઈમેટ ચેન્જના કારણે પડતો અનિયમિત વરસાદ ખેતીમાં માઠી અસર કરે છે, ત્યારે જો જળ સંચય ( Water conservation) થકી યોગ્ય આયોજન કરવામાં આવે તો બંજર જમીનમાં પણ ખેતી કરી શકાય છે.
ત્યારે આવો જ એક સફળ પ્રયાસ કર્યો છે ઝારખંડની રાજધાની રાંચી જિલ્લાના બુધમુ બ્લોક હેઠળના લવાગડા ગામના ખેડૂતોએ (farmers) જેઓ વર્ષોથી ખેતી કરે છે. આ ગામમાં જળ સંચય થકી હકારાત્મક પરિવર્તન આવ્યું છે. કારણ કે પાણી વિના ખેતી શક્ય નથી. ગામમાં પાણી હશે ત્યારે ખેતી થશે, પશુપાલન પણ થશે, આ સિવાય અન્ય ખેતી આધારિત કામો થઈ શકશે.
લગભગ ત્રણેક વર્ષ પહેલા સુધી આ ગામની હાલત એવી હતી કે પૂરતા વરસાદ પછી પણ વરસાદની સિઝન સિવાય ગામની મોટાભાગની જમીન ખાલી રહેતી હતી. અન્ય પાક રોપવા માટે પાણીની અછત હોવાથી લોકોને પીવાના પાણી માટે પણ વિચારવું પડતું હતું. ખેતીની ગેરહાજરીમાં ગામડાના લોકો કામની શોધમાં શહેરમાં જતા હતા અને રોજીરોટી કરવા અહીં આવતા હતા.
હેડમેન સત્યનારાયણ મુંડા અનુસાર ગામના લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લવાગડા ગામને પાણીનું ગામ બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ પછી ટીસીબી (Trench Contour Bund,એક યોજના જેમાં અંડરગ્રાઉન્ડ ગટર ટાઈપ સિસ્ટમથી જળ સંચય થાય છે) દ્વારા ગામમાં મોટાપાયે ખોદકામ કરવામાં આવ્યું હતું.
આજે ગામમાં લગભગ 800 ટીસીબી છે. આ ઉપરાંત ચાર તળાવો ખોદવામાં આવ્યા હતા. પરિણામે, એક વરસાદી સિઝન પસાર થયા પછી ગામમાં પાણીનું સ્તર ઉંચુ આવ્યું. કુવાઓ અને તળાવોમાં પાણી વર્ષો સુધી ઉપલબ્ધ બન્યું. આનાથી ગ્રામજનોને ખેતી કરવાનું સરળ બન્યું.
ગામમાં પાણીની ઉપલબ્ધતાની ખાતરી કર્યા પછી ગામના લોકોએ મોટાપાયે શાકભાજીનું ઉત્પાદન શરૂ કર્યું. પરિણામે હવે વરસાદની સિઝનમાં શાકભાજીનું વાવેતર ઓછું થાય છે, ત્યારે ગામમાંથી દરરોજ 250-300 ક્વિન્ટલ શાકભાજી સ્થાનિક બજારોમાં મોકલવામાં આવે છે. જ્યારે ડીસેમ્બર-જાન્યુઆરી માસમાં અહીં અનેક વાહનો ભરીને શાકભાજી બજારમાં મોકલવામાં આવે છે. તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે. હવે લોકો પોતાના માટે પાકા મકાનો બનાવી રહ્યા છે, ગામમાં સમૃદ્ધિ આવી છે.
પાણીની હાજરીથી ગ્રામજનોની સામે રોજગારીની ઘણી તકો ખુલી ગઈ છે. ગામમાં જ લગભગ 14 એકર જમીનમાં કેરીનું બાગાયત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકો પશુપાલન પણ કરી રહ્યા છે. ગામમાંથી દરરોજ 250-300 લિટર દૂધ ડેરીમાં મોકલવામાં આવે છે. વડીલો કહે છે કે અગાઉ પાણીના અભાવે પશુઓના ચારાની અછત હતી, તેથી લોકો પશુપાલન કરતા ન હતા. આ સાથે હવે લોકો માછલી ઉછેર અને બતક ઉછેર પણ કરી રહ્યા છે.
લવગડા ગામ રાંચીનું એક દૂરનું ગામ છે. અહીં લગભગ 300ની વસ્તી રહે છે. ગામના 95 ટકા લોકો તેમની આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. પાણીની ઉપલબ્ધતાથી હવે ગામ આખું વર્ષ હરિયાળું દેખાય છે.
આ પણ વાંચો: Climate Change: આગામી 30 વર્ષમાં ખેતી માટે પાણીની માગમાં 29% નો થશે વધારો
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું યુવાનોને આહ્વાન, કૃષિ સ્ટાર્ટઅપ થકી બનાવો ઉજ્જવળ ભવિષ્ય