હર્બલ ખેતીના હબ તરીકે વિકસિત થઈ રહ્યો છે આ જિલ્લો, વિદેશીઓ પણ તેમની પ્રોડક્ટના બન્યા દિવાના

|

Nov 20, 2021 | 2:03 PM

સરકારી યોજનાઓ અને વિવિધ બિન-સરકારી સંસ્થાઓના પ્રયાસોને કારણે અહીંની પરિસ્થિતિમાં અણધાર્યો સુધારો થયો છે. લોકોને રોજગારીનું સાધન મળી રહ્યું છે. અહીં કૃષિ ક્ષેત્ર પ્રગતિ કરી રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને તેનો લાભ મળી રહ્યો છે.

હર્બલ ખેતીના હબ તરીકે વિકસિત થઈ રહ્યો છે આ જિલ્લો, વિદેશીઓ પણ તેમની પ્રોડક્ટના બન્યા દિવાના
Symbolic Image

Follow us on

હર્બલ ખેતી (Herbal Farming) ગુજરાત સહિત ભારતમાં પણ ઘણા રાજ્યોમાં થાય છે. ત્યારે ગુજરાત (Gujarat)માં અરવલ્લી જિલ્લાના ડોડીયા ગામને હર્બલ ગામ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઔષધીના છોડના નામ પરથી સોસાયટીઓના નામ રાખવામાં આવ્યા છે. હર્બલ ખેતી ખેડૂતો માટે ઉત્તમ વિકલ્પ તો છે જ સાથે ફાયદાકારક પણ નિવડી રહી છે ત્યારે જો દેશમાં વાત કરવામાં આવે તો ઝારખંડ (Jharkhand)નો ખુંટી જિલ્લો એક સમયે તેના નકસલવાદ માટે દેશભરમાં પ્રખ્યાત હતો. પરંતુ હવે સમય સાથે તેની ઓળખ ધીમે ધીમે બદલાઈ રહી છે.

સરકારી યોજનાઓ અને વિવિધ બિન-સરકારી સંસ્થાઓના પ્રયાસોને કારણે અહીંની પરિસ્થિતિમાં અણધાર્યો સુધારો થયો છે. લોકોને રોજગારીનું સાધન મળી રહ્યું છે. અહીં કૃષિ ક્ષેત્ર પ્રગતિ કરી રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને તેનો લાભ મળી રહ્યો છે. અહીંની જમીન મોટાભાગની જમીન સ્તરથી ઉપર છે. જ્યાં માત્ર વરસાદમાં જ ખેતી કરી શકાતી હતી. ઓછા વરસાદમાં કે વરસાદ વગરના પાકની માહિતી ખેડૂતો પાસે ન હતી, જેના કારણે આખું વર્ષ જમીન ખાલી પડી રહી હતી. તે જમીનનો ઉપયોગ થઈ શકતો નહતો.

આ પછી, સરકારી અને બિન-સરકારી સંસ્થા JSLPS સાથે મળીને, અહીં ઔષધીય છોડની ખેતી પર ભાર આપવામાં આવ્યો હતો. એવા છોડ રોપવામાં આવ્યા હતા જે ઓછા પાણીમાં અને ઉપરી જમીનમાં સારી રીતે પરિણામ આપી શકે છે. તેની અસર પણ દેખાતી હતી. અહીંના હર્બલ ઉત્પાદનોની માંગ વિદેશમાં પણ થઈ રહી છે, કારણ કે અહીંની પ્રોડક્ટની ગુણવત્તા ઘણી સારી છે. જેનો સીધો લાભ અહીંના લોકોને મળી રહ્યો છે. તેમની સાથે રોજગારીની તકો વધી રહી છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ખુંટીમાં આટલા એકરમાં થાય છે ખેતી

લેમનગ્રાસ, પામ રોઝા, વેટીવર અને તુલસી જેવા ઔષધીય છોડ ખૂંટીની ઓળખ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આજના સમયમાં, ઘણા ખાનગી ખેડૂતો, સરકારી સંસ્થાઓ અને બિન-સરકારી સંસ્થાઓ અહીં હર્બલ છોડની ખેતી કરે છે. આ કામ JSLPSના જોહર પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.

જોહર પ્રોજેક્ટ દ્વારા TV9ને આપવામાં આવેલા ડેટા અનુસાર, અહીં 311 એકર વિસ્તારમાં લેમન ગ્રાસની ખેતી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત 10 એકરમાં પાલમા રોઝા, પાંચ એકરમાં વેટીવર, જ્યારે 20-30 એકરમાં તુલસીની ખેતી કરવામાં આવી રહી છે. તેમાંથી તૈયાર ઉત્પાદનો દેશના અનેક રાજ્યો તેમજ વિદેશમાં મોકલવામાં આવે છે.

ખેડૂતોની આવકમાં વધારો

અગાઉ જે ખેડૂતો (Farmers)ના ખેતરો ખાલી પડ્યા હતા, જેઓ ખેતી કરી શકતા ન હતા, આજે હર્બલ ફાર્મિંગ દ્વારા તેમની આવકમાં વધારો થયો છે. ખુંટી જિલ્લામાં લગભગ 2500 ખેડૂતો તેની ખેતી સાથે સંકળાયેલા છે. આ ખેડૂતોની આવકમાં 30-50 હજારનો વધારો થયો છે. તેમાંથી મોટાભાગની મહિલા ખેડૂતો છે, જેઓ ખેતી કર્યા પછી છોડના વિવિધ ઉત્પાદનો બનાવે છે. JSLPS દ્વારા તે ઉત્પાદનો બજારમાં સારી કિંમતે વેચાય છે. ખેડૂતોને સ્વતંત્રતા છે કે જો તેઓ ઇચ્છે તો તેઓ તેમના ઉત્પાદનોને ખુલ્લા બજારમાં પણ વેચી શકે છે.

પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપનાની થયું સરળ

મહિલાઓના ઉત્પાદનો તેમના ખેતરમાંથી સીધા બજારમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફાર્મમાં જ એક પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી તેલ કાઢવામાં આવે છે. પછી તે બજારમાં વેચાય છે. આ રીતે, સ્ત્રીઓ તેમના ઉત્પાદનમાં વેલ્યુ એડિશન કરે છે, જે તેમને લાભ આપે છે. કેટલાક યુવા ખેડૂતો એવા પણ છે જેમણે પોતાના ખેતરોમાં ઓઈલ પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવ્યા છે. ઘણી ખાનગી કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ ખરીદીને એક્સપોર્ટ કરે છે. જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. આ રીતે, ખુંટીને હર્બલ હબ (Herbal Hub) તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: મોટાપાયે ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતર અસલી છે કે નકલી? જાણો આ રીતથી

આ પણ વાંચો: Imposter Syndrome : સારી કામગીરી માટે પોતાની ક્ષમતા પર શંકા કરવી પણ ફાયદાકારક હોઈ શકે છે : સ્ટડી

 

Next Article