Animal Husbandry: ઉનાળાની કાળઝાળ ગરમીમાં દુધાળા પશુઓની આ રીતે રાખો કાળજી
ઉનાળામાં, દૂધાળા પશુઓની દૂધ (Milk) આપવાની ક્ષમતા પણ સામાન્ય રીતે ઘટી જાય છે, તેમજ તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. જેના કારણે પશુપાલન વ્યવસાય (Animal Husbandry)માં મોટુ નુકશાન થઈ શકે છે.
Animal Husbandry (File Photo)
Follow us on
ઉનાળાની ઋતુમાં પશુઓની ખાસ કાળજી લેવી પડે છે, કારણ કે ઉનાળાની ઋતુમાં તાપમાન ઉંચુ રહેવાથી પશુઓમાં રોગચાળાનો ખતરો વધી જાય છે. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં પશુઓમાં પાચન તંત્રને લગતી સમસ્યાઓ આવે છે. તે જ સમયે પશુઓના નવજાત બચ્ચાને પણ ઘણી અસર થાય છે. ઉનાળામાં દૂધાળા પશુઓની દૂધ (Milk)આપવાની ક્ષમતા પણ સામાન્ય રીતે ઘટી જાય છે, તેમજ તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. જેના કારણે પશુપાલન વ્યવસાય (Animal Husbandry)માં મોટુ નુકશાન થઈ શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ લેખ દ્વારા ઉનાળાની ઋતુમાં દુધાળા પશુઓની સંભાળ કેવી રીતે રાખવી તેની માહિતી આપવાના છીએ.
ઉનાળામાં દુધાળા પશુઓની આ રીતે કાળજી રાખવી
ઉનાળાની ઋતુમાં ગરમીનો પારો ઉંચો જતો હોય છે, જે પશુઓ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આવી સ્થિતિમાં પશુઓને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચાવવા માટે તેમના રહેઠાણમાં જ્યાં સીધો તડકો આવતો હોય ત્યાં પડદો લગાવવો જોઈએ.
આ પછી ઉનાળાની ઋતુમાં જો કોઈ પશુ વાછરડાને જન્મ આપે તો તે સમયે તેના મોંમાંથી વહેતી બધી લાળ બહાર કાઢી લેવી, જેથી વાછરડાને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડે.
ઉનાળાની ઋતુમાં પશુઓને લીલો ચારો ખવડાવવો જોઈએ, કારણ કે લીલા ચારામાં પાણીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે.
ઉનાળાની ઋતુમાં પ્રાણીઓના ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.