Subsidy: ફળ, લીલા શાકભાજી અને મસાલા પાકોની ખેતી કરતા ખેડૂતોને મળશે 50% સુધીની સબસિડી, આ રીતે કરો અરજી

ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે સાથે બાગાયતી પાકોની ખેતી પણ કરે છે. સરકાર બાગાયત હેઠળનો વિસ્તાર વધારવા માંગે છે. આ જ કારણ છે કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Subsidy: ફળ, લીલા શાકભાજી અને મસાલા પાકોની ખેતી કરતા ખેડૂતોને મળશે 50% સુધીની સબસિડી, આ રીતે કરો અરજી
Agriculture Subsidy
| Edited By: | Updated on: Aug 01, 2023 | 4:55 PM

બાગાયતી ખેતી કરતા ખેડૂતો (Farmers) માટે સારા સમાચાર છે. રાજ્ય સરકાર ફળ, લીલા શાકભાજી અને મસાલાની ખેતી કરતા ખેડૂતોને સબસીડી (Subsidy) આપી રહી છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સરકાર માને છે કે પરંપરાગત ખેતી કરતા બાગાયતી પાકોની ખેતીમાં વધુ નફો છે. જો ઉત્તર પ્રદેશના ખેડૂતો શાકભાજી, મસાલા અને ફળ પાકોની ખેતી કરે તો તેઓ વધારે કમાણી કરી શકે છે.

સરકાર 50% સુધીની સબસિડી આપશે

હાપુડ જિલ્લાના ખેડૂતો સબસિડીનો લાભ લઈ શકશે. જિલ્લા બાગાયત વિભાગ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ ફળ, ફૂલ, શાકભાજી અને મસાલાની ખેતી પર સબસિડી આપે છે. જો ખેડૂતો ખેતી કરવા માંગતા હોય તો વિભાગ તેઓને 50% સુધીની સબસિડી આપશે. જો ખેડૂતો સબસીડીનો લાભ લેવા માંગતા હોય તો તેઓ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે.

ખેડૂતો પહેલા કરતા વધુ કમાણી કરી શકે

હાપુડ જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે સાથે બાગાયતી પાકોની ખેતી પણ કરે છે. સરકાર જિલ્લામાં બાગાયત હેઠળનો વિસ્તાર વધારવા માંગે છે. આ જ કારણ છે કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા બાગાયત અધિકારી ડો. હરિત કુમાર જણાવે છે કે, જિલ્લામાં ખેડૂતોને ઘઉં અને શેરડી સિવાયના અન્ય પાકોની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેથી દરેક વર્ગના ખેડૂતો પહેલા કરતા વધુ કમાણી કરી શકે.

40 ટકા સબસિડી મળશે

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ ખેડૂતોને લીચી, કેપ્સીકમ, જામફળ, લસણ, ડુંગળી, મરચા, મેરીગોલ્ડ અને રંજનીગંધાની ખેતી માટે સબસીડી આપવામાં આવે છે. બાગાયત અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ જો ખેડૂતો 30 હેક્ટરમાં જામફળ, પપૈયા, કેરી અને ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે તો તેમને 50% સબસિડી આપવામાં આવશે. જો ખેડૂત 30 હેક્ટરમાં મેરીગોલ્ડ, રજનીગંધા અને ગ્લેડીયોલસ જેવા ફૂલોની ખેતી કરે તો 40% સબસીડી આપવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં પશુપાલન વિભાગ દ્વારા પશુ ચિકિત્સા માટે નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવે છે, જાણો યોજનાની તમામ વિગતો

આવી રીતે કરો ઓનલાઈન અરજી

જો ટામેટા, કોબીજ, ફ્લાવર, કારેલા, કેપ્સિકમ, દુધી અને કાકડીનું 205 હેક્ટરમાં વાવેતર કરવામાં આવે તો તેના પર 40% સબસિડી આપવામાં આવશે. તેવી જ રીતે 245 હેક્ટરમાં મરચા, લસણ અને ડુંગળીની ખેતી માટે 40% સબસિડી આપવામાં આવશે. જો ખેડૂતો ઈચ્છે તો www.rkvy.nic.in પર સબસિડી માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો