દેશના માત્ર 50 ટકા ખેડૂતોને કૃષિ લોન માફી યોજનાનો મળ્યો લાભ: SBI રિપોર્ટ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, 2014 થી કૃષિ લોન માફીની જાહેરાત કરવામાં આવી હતી તેવા નવ રાજ્યોમાં લોન માફીની ઈચ્છા ધરાવતા લોકોમાંથી માત્ર અડધા લોકોને જ લાભ મળ્યો હતો.

દેશના માત્ર 50 ટકા ખેડૂતોને કૃષિ લોન માફી યોજનાનો મળ્યો લાભ: SBI રિપોર્ટ
FarmerImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 4:22 PM

દેશમાં ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપતી કૃષિ લોન માફી(Loan Waiver Scheme)યોજના ઘણી ચર્ચામાં રહી છે. મોટા ભાગના ખેડૂતો(Farmers)ને લોન માફી યોજનાનો લાભ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ, આ યોજના અંગે તાજેતરમાં એક અહેવાલ સામે આવ્યો છે, તેની સફળતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે આ રિપોર્ટ અનુસાર દેશના માત્ર 50 ટકા ખેડૂતોને જ કૃષિ લોન માફી યોજનાનો લાભ મળ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, 2014 થી કૃષિ લોન માફીની જાહેરાત કરવામાં આવી હતી તેવા નવ રાજ્યોમાં લોન માફીની ઈચ્છા ધરાવતા લોકોમાંથી માત્ર અડધા લોકોને જ લાભ મળ્યો હતો.

રિપોર્ટ અનુસાર, કૃષિ લોન માફી યોજનામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારા રાજ્યોમાં ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, કર્ણાટક અને તેલંગાણા છે. તેલંગાણામાં (5 ટકા), મધ્યપ્રદેશમાં 12 ટકા, પંજાબમાં 24 ટકા, ઝારખંડમાં 13 ટકા, પંજાબમાં 24, ઉત્તર પ્રદેશમાં 52 ટકા અને કર્ણાટકમાં 38 ટકા લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. જ્યારે 2018માં છત્તીસગઢમાં 100 ટકા પાત્ર ખેડૂતો અને 2020માં મહારાષ્ટ્રમાં 91 ટકા પાત્ર ખેડૂતોને લોન માફી યોજનાનો લાભ મળ્યો હતો.

50 ટકા ખેડૂતોને લોન માફીનો લાભ મળ્યો છે

લોન માફી યોજના હેઠળ, આંધ્ર પ્રદેશના 42 લાખ ખેડૂતોમાંથી 92 ટકા ખેડૂતો લાભ માટે પાત્ર હતા. જ્યારે તેલંગાણામાં આ સંખ્યા પાંચ ટકા હતી. SBIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2014 થી 2022 સુધીમાં 3.7 કરોડ પાત્ર ખેડૂતોમાંથી માત્ર 50 ટકાને જ લોન માફીનો લાભ મળ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોન માફી યોજના દ્વારા જે ખેડૂતોને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી હતી તે ખેડૂતો સુધી લાભ પહોંચ્યા નથી. આ સાથે રિપોર્ટમાં એવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે કે શું ખરેખર આર્થિક સંકટના સમયમાં ખેડૂતોને આનો લાભ મળે છે?

આ પણ વાંચો

કારણ કે લોન માફી માટે લાયક મોટાભાગના ખાતા સ્ટાન્ડર્ડ કેટેગરીના હતા. તેનાથી પ્રશ્ન ઊભો થાય છે કે શું લોન માફી ખરેખર જરૂરી હતી. સ્ટાન્ડર્ડ એકાઉન્ટ તે ખાતાઓ કહેવાય છે જેમાં લેનાર તેની લોન સમયસર ચૂકવતો હોય. જ્યારે આવા ખાતાઓને પણ કૃષિ લોન માફી યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. આવા ખાતાઓની સંખ્યા ખાસ કરીને ઝારખંડ (100%), ઉત્તર પ્રદેશ (96%), આંધ્રપ્રદેશ (95%), પંજાબ (86%) અને તેલંગાણા (84%)માં વધુ હતી.

વાસ્તવિક ખેડૂતોને પૈસા મળ્યા કે નહીં

એક મીડિયા રિપોર્ટ અનુસાર SBIના સંશોધકોએ કહ્યું છે કે મહારાષ્ટ્રના ખેડૂતોને લોન માફીનો લાભ આપવા માટે 34000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના 2014માં દેશના 9 રાજ્યોમાં લોન માફી યોજનાને લઈને લાગુ કરવામાં આવી હતી. રિસર્ચમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે વાસ્તવિક ખેડૂતોને 2.25 લાખ કરોડ રૂપિયા મળ્યા કે નહીં.

ખેડૂતોના હિતને નુકસાન થઈ શકે છે

રિપોર્ટમાં તારણ છે કે લોન માફીનું કલ્ચર આવનારા સમયમાં ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડી શકે છે. તેની સાથે ખેડૂતો અને કૃષિ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર પણ તેની અસર પડે છે, કારણ કે આ રીતે સરકારો પરનો આર્થિક બોજ સંસ્થાઓને ખોખલી કરી શકે છે.

આપને જણાવી દઈએ કે ઘણા ખેડૂત સંગઠનો પણ લોન માફીના બદલે દેવા માફીની માંગ કરી રહ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓના કારણે મોટાભાગની કૃષિ યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી. જો તમામ ખેડૂતોને યોજનાઓનો લાભ મળવા લાગે, જો તેમને તેમના પાકની વાજબી કિંમત મળે, તો લોન માફીની જરૂર નહીં રહે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">