ભારતમાં હજુ સસ્તુ થશે ખાદ્યતેલ, રશિયા અને ઈન્ડોનેશિયાએ ભર્યું મોટું પગલું

|

Jul 18, 2022 | 8:56 AM

લાંબા સમયથી ભારતીય ગ્રાહકો ખાદ્યતેલો (Edible Oil) ની વધતી કિંમતોથી પરેશાન હતા, હવે રાહત મેળવવાનો સમય આવી ગયો છે. કારણ કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ એવી બની રહી છે.

ભારતમાં હજુ સસ્તુ થશે ખાદ્યતેલ, રશિયા અને ઈન્ડોનેશિયાએ ભર્યું મોટું પગલું
પામ તેલના ભાવમાં ધરખમ ઘટાડો, સિંગતેલના ભાવમાં વધારો

Follow us on

એપ્રિલથી અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં પામ ઓઈલના ભાવ (Oil Price)માં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. મલેશિયા અને ઈન્ડોનેશિયા બંને તેમની નિકાસ વધારવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. હવે આ રેસમાં રશિયાએ પણ પોતાની તાકાત લગાવી છે. ઈન્ડોનેશિયાએ થોડા દિવસો માટે નિકાસ લેવી હટાવી દીધી છે અને રશિયામાંથી નિકાસ ક્વોટામાં વધારો કર્યો છે. ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે ખાદ્ય તેલના મોટા ઉત્પાદક દેશોમાં તેલ વેચવાના યુદ્ધનો લાભ ભારતના ગ્રાહકોને મળશે અને તેમના માટે ‘અચ્છે દિન’શરૂ થશે. લાંબા સમયથી ભારતીય ગ્રાહકો ખાદ્યતેલો(Edible Oil)ની વધતી કિંમતોથી પરેશાન હતા, હવે રાહત મેળવવાનો સમય આવી ગયો છે. કારણ કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ એવી બની રહી છે.

શંકર ઠક્કરે જણાવ્યું હતું કે રશિયાએ સૂર્યમુખી તેલ અને સૂર્યમુખી ખોળની નિકાસ માટેના ક્વોટામાં વધારો કર્યો છે. રશિયન સરકારે પર્યાપ્ત સ્થાનિક પુરવઠાને ટાંકીને રવિવારે આ નિર્ણય લીધો છે. રશિયાએ માર્ચના અંતથી ઓગસ્ટના અંત સુધી સૂર્યમુખીના બીજની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્થાનિક ભાવને નિયંત્રિત કરવા અને અછતને ટાળવા માટે, સૂર્યમુખી તેલ પર નિકાસ ક્વોટા લાદવામાં આવ્યો હતો. પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

રશિયાના પગલાથી રાહત મળશે

મહાસંઘના નેતાએ જણાવ્યું કે રવિવારે નવી જાહેરાત મુજબ રશિયાએ સૂર્યમુખી તેલના નિકાસ ક્વોટામાં અગાઉની 1.5 મિલિયન ટનની મર્યાદાથી 400,000 ટનનો વધારો કર્યો છે, જ્યારે સનફ્લાવર મીલ (કેક)ની નિકાસ પરનો પ્રતિબંધ અગાઉની 700,000 ટનની મર્યાદાથી વધારીને 150,000 ટન કરવામાં આવ્યો છે. રશિયા અનુસાર, સ્થાનિક બજારમાં પૂરતો પુરવઠો હોવાના કારણે પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિકાસ વધવાથી ઉત્પાદકોને ફાયદો થશે. ઠક્કરનો દાવો છે કે આનાથી ભારતીય બજારમાં ખાદ્ય તેલનો પ્રવાહ વધશે, જેનાથી ગ્રાહકોને રાહત મળશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઈન્ડોનેશિયાએ લીધો મોટો નિર્ણય

બીજી તરફ નિકાસ પર પ્રતિબંધના કારણે નિકાસમાં પાછળ રહી ગયેલા ઈન્ડોનેશિયાએ હવે ફરીથી નિકાસ વધારવા માટે કમર કસી છે. વિશ્વના સૌથી મોટા પામ ઓઈલ ઉત્પાદકે 15 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી પામ ઓઈલ અને અન્ય ઉત્પાદનો પરથી નિકાસ વસૂલાત દૂર કરી છે. જેના કારણે ભારતમાં ઓછા ભાવે પામ ઓઈલ અને અન્ય ઉત્પાદનોની આયાત કરવામાં આવશે. જેનો અહીંના ગ્રાહકોને ફાયદો થશે.

જુલાઈ 2021 ની સરખામણીમાં કિંમતમાં કેટલો ઘટાડો થયો છે

જણાવી દઈએ કે ખાદ્ય તેલના મામલે ભારત અન્ય દેશો પર નિર્ભર છે. આપણે દર વર્ષે લગભગ 70 હજાર કરોડ રૂપિયાનું ખાદ્ય તેલ મંગાવીએ છીએ. ભારતમાં ખાદ્યતેલના કુલ વપરાશમાંથી લગભગ 60 ટકા આયાત થાય છે. તેથી, આંતરરાષ્ટ્રીય ચળવળની અસર અહીં ખાદ્યતેલોના ભાવમાં વધઘટના સ્વરૂપમાં જોવા મળે છે. ઠક્કરનો દાવો છે કે હવે ઈન્ડોનેશિયા અને રશિયાના નિર્ણયથી ભાવમાં નરમાઈ આવશે. ખાદ્યતેલોના ભાવમાં ગયા વર્ષના જુલાઈની સરખામણીએ આ વખતે સરેરાશ 30 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે.

Next Article