PM Kisan Yojana: ખેડૂતો માટે સારા સમાચાર, કેન્દ્ર સરકાર 4000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે, જાણો કેવી રીતે લાભ મળશે?

|

Jun 22, 2021 | 5:08 PM

PM Kisan Samman Nidhi Yojana: સરકારે તાજેતરમાં જ ખેડૂતોના ખાતામાં આઠમાં હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જો તમે પણ આ પૈસા મેળવવા માંગતા હો, તો તરત જ પોતાનું રજીસ્ટ્રેશન કરો.

PM Kisan Yojana: ખેડૂતો માટે સારા સમાચાર, કેન્દ્ર સરકાર 4000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે, જાણો કેવી રીતે લાભ મળશે?
ખેડૂતો માટે સારા સમાચાર

Follow us on

કેન્દ્ર સરકાર (Central Government) આ મહિનામાં ખેડૂતોના (Farmers) ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) હેઠળ ખેડૂતોને ચાર હજાર રૂપિયા મેળવાની સારી તક છે. સરકારે તાજેતરમાં જ ખેડૂતોના ખાતામાં આઠમાં હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

જો તમે પણ આ પૈસા મેળવવા માંગતા હો, તો તરત જ પોતાનું રજીસ્ટ્રેશન કરો. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ ખેડૂતોએ લાભ મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ, pmkisan.gov.in ની મુલાકાત લઈ ફોર્મ ભરી શકો છો. નોંધણી બાદ આ નાણાં સરકાર દ્વારા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

4000 રૂપિયાનો લાભ કેવી રીતે મળશે?

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઘણા ખેડૂતો એવા પણ છે કે જેમને આ 2000 રૂપિયાની રકમ મળી નથી, કારણ કે તેઓએ આ યોજનામાં નોંધણી કરાવી નહોતી. આ સ્થિતિમાં હવે 30 જૂન સુધી ખેડૂતો પોતાની નોંધણી કરાવી શકશે. જો મંજૂરી આપવામાં આવે તો જુલાઈમાં એપ્રિલ-જુલાઇનો હપ્તો મળશે અને ઓગસ્ટ માસનો હપ્તા પણ ખાતામાં આવશે. એટલે કે, તમને બે હપ્તાનો લાભ મળી શકે છે.

રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

1. સૌથી પહેલા pmkisan.gov.in વેબસાઇટ પર જવું પડશે.

2. Farmers Corner વિકલ્પ પર ક્લિક કરો.

3. ત્યારબાદ New Farmer Registration વિકલ્પ પર ક્લિક કરો.

4. એક નવું ટેબ ખુલશે જેમાં આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.

5. હવે તમારે તમારી વિગતો અને જમીનની વિગતો આપવી પડશે.

6. બધી માહિતી ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.

ખેડૂતના ખાતામાં હપ્તો ક્યારે આવશે

જો કોઈ ખેડૂત જૂનમાં નોંધણી કરાવે છે, તો તેને જુલાઈમાં યોજનાનો પ્રથમ હપ્તો મળશે. તેમને આગામી હપ્તા પણ મળશે જે સરકાર સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં સ્થાનાંતરિત કરે છે. મતલબ કે ખેડૂતને પીએમ કિસાન યોજનાનો બમણો લાભ મળશે. જે ખેડૂત આ યોજનામાં નોંધણી કરાવશે તો તેમને 4,000 રૂપિયા મળશે.

Published On - 5:04 pm, Tue, 22 June 21

Next Article