PM Kisan Yojana: કિસાન યોજનામાં થયો મોટો ફેરફાર, જેનાથી કરોડો ખેડૂતોને થશે અસર

|

Jan 18, 2022 | 11:38 AM

PM Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પરંતુ હવે મોટો ફેરફાર થયો છે જેની અસર કરોડો ખેડૂતો પર પડશે.

PM Kisan Yojana:  કિસાન યોજનામાં થયો મોટો ફેરફાર, જેનાથી કરોડો ખેડૂતોને થશે અસર
Symbolic Image (File Photo)

Follow us on

PM Kisan Yojana : ભારત કૃષિપ્રધાન દેશ હોય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને સહાય માટે ઘણી યોજનાઓ બહારપાડે છે. આ પૈકી એક યોજના છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ, લાભાર્થી ખેડૂત પરિવારોને રૂ. 2000ના 3 હપ્તામાં રૂ. 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. 12 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે.

રિપોર્ટ્સ અનુસાર આ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ, ખેડૂતો પીએમ કિસાન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તેમના મોબાઇલ નંબરની મદદથી બેંક ખાતામાં જમા રકમની તપાસ કરતા હતા. પણ હવે એવું નહીં થાય. હવે ખેડૂતોએ આ માટે આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતો પણ આપવી પડશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આ ફેરફારથી 12 કરોડથી વધુ નોંધાયેલા ખેડૂતોને અસર થશે. અત્યાર સુધી, રજીસ્ટ્રેશન પછી ખેડુતો પોતાના મોબાઈલ નંબર દ્વારા પોતાની સ્થિતિ તપાસી શકતા હતા. હવે ખેડૂતો તેમના મોબાઈલ નંબર દ્વારા સ્ટેટસ જોઈ શકશે નહીં અને તેઓએ આધાર નંબર સાથે અન્ય કેટલીક વિગતો દાખલ કરવી પડશે અને ત્યારબાદ તેઓ યોજનામાંથી વધુ માહિતી મેળવી શકશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

બેંક ખાતાની ચકાસણીનો દુરુપયોગ ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ કોઈ પણ વ્યક્તિ મોબાઈલ નંબરની મદદથી ખેડૂતનું એકાઉન્ટ ચેક કરી શકતું હતું. પરંતુ હવે આધાર કાર્ડ વિના કરવું અશક્ય છે. આ સિવાય ખેડૂતો આધાર કાર્ડ દ્વારા તેમની અરજીની સ્થિતિ વિશે માહિતી મેળવી શકે છે.

આ રીતે કરો એપ્લિકેશન સ્ટેટ્સની તપાસ

વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લો
વેબસાઈટની જમણી બાજુએ ‘કિસાન કોર્નર’ પર ક્લિક કરો
હવે વિકલ્પમાંથી Beneficiary Status પર ક્લિક કરો
સ્ટેટસ ચેક કરવા માટે તમારે આધાર નંબર, બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર જેવી કેટલીક વિગતો દાખલ કરવાની જરૂર છે
આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તેની માહિતી મેળવી શકો છો.
તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 જાન્યુઆરીએ ખેડૂતોના ખાતામાં 10મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી. આ પછી નવા વર્ષે કરોડો ખેડૂતોના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. ખેડૂતો આ પૈસા આધાર કાર્ડની મદદથી ચેક કરી શકે છે.

આ પણ વાંચો : Goa Assembly Election 2022 : કોંગ્રેસને ગોવામાં TMC સાથે ગઠબંધન કરવામાં કેમ નથી રસ ? આપ્યું ચોંકાવનારું કારણ

આ પણ વાંચો : Garlic Farming: આ પ્રકારે જો લસણની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને મળી શકે છે સારો નફો

Next Article