પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme) હેઠળ, બે હેક્ટર સુધીની જમીન ધરાવતા સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. દર ચાર મહિને, વડાપ્રધાન મોદી (PM Narendra Modi) પ્રત્યેક 2,000 રૂપિયાના ત્રણ હપ્તા બહાર પાડે છે અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજના હેઠળ નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં (Bank Account) મોકલવામાં આવે છે. અત્યાર સુધી પીએમ કિસાનના 9 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે.
યોજનાની શરૂઆત સાથે એટલે કે 1 ફેબ્રુઆરી, 2019 થી 9 માં હપ્તાની રજૂઆત પહેલા એટલે કે 30 જૂન, 2021 સુધી, કુલ 61 લાખ 04 હજાર 877 ટ્રાન્ઝેક્શન નિષ્ફળ ગયા છે. પરંતુ નિષ્ફળ ટ્રાન્ઝેક્શનના બદલામાં માત્ર 34 ટકા લાભાર્થી ખેડૂતોને રકમ ફરી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવી છે.
40 લાખ ખેડૂતોને સહાયના રૂપિયા મળ્યા નથી
એક અહેવાલ અનુસાર, કૃષિ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે 30 જૂન, 2021 સુધી પીએમ કિસાન યોજના હેઠળ કુલ 68 કરોડ 76 લાખ 55 હજાર 195 વ્યવહારો કરવામાં આવ્યા છે. તેમાંથી એક ટકાથી ઓછો અથવા 61 લાખ 04 હજાર 877 વ્યવહારો નિષ્ફળ ગયા છે.
કુલ નિષ્ફળ ટ્રાન્ઝેક્શનમાંથી, માત્ર 34 ટકા એટલે કે 20 લાખ 88 હજાર 10 વ્યવહારોની પુન:પ્રક્રિયા કરવામાં આવી છે અને ખેડૂતોને નાણાં આપવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે નિષ્ફળ વ્યવહારોને કારણે, લગભગ 40 લાખ ખેડૂતો યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહ્યા છે.
આ યોજના ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે શરૂ કરવામાં આવી હતી. 10 મી કૃષિ વસ્તી ગણતરી 2015-16 ના કામચલાઉ આંકડાઓ અનુસાર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા સૌથી વધારે છે.
કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશના ખેડૂતોના કુલ 10 લાખ 95 હજાર 225 વ્યવહારો નિષ્ફળ ગયા, પરંતુ નિષ્ફળ વ્યવહારોના બદલામાં માત્ર 91 હજાર 908 ખેડૂતોને પૈસા મળ્યા. બીજી બાજુ, બિહારની વાત કરીએ તો, અહીં કુલ 1 લાખ 38 હજાર 909 વ્યવહારો નિષ્ફળ રહ્યા, પરંતુ માત્ર 9493 ખેડૂતોને જ ફરી પૈસા મોકલવામાં આવ્યા.
નિષ્ફળ ટ્રાન્ઝેક્શનને ફરીથી પ્રોસેસ કરવા માટે રાજ્ય સરકાર જવાબદાર
જો પીએમ કિસાન યોજના હેઠળ પ્રથમ પ્રયાસમાં લેવડ દેવડ નિષ્ફળ જાય છે, તો તે ફરીથી પ્રક્રિયા કરવાની અને ખેડૂતોના ખાતામાં નાણાં સફળતાપૂર્વક મોકલવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. તેમની ઉદાસીનતાને કારણે, અત્યાર સુધી દેશના કુલ 40 લાખ ખેડૂતો યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહ્યા છે.
2015-16ની કૃષિ વસ્તી ગણતરી મુજબ, દેશમાં બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો 86.2 ટકા છે. પીએમ કિસાન યોજના હેઠળ, નાના અને સીમાંત ખેડૂત પરિવારની વ્યાખ્યામાં પતિ, પત્ની અને નાના બાળકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કેવી રીતે શરૂ કરવી ? જાણો પ્રમાણપત્રથી લઈ બજાર સુધીની જાણકારી
આ પણ વાંચો : સજીવ ખેતીથી વાર્ષિક 40 લાખ રૂપિયા કમાય છે આ ખેડૂત, 2000 ખેડૂતોને પણ કરાવે છે સજીવ ખેતી