પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM kisan scheme)માં ભલે કેન્દ્ર સરકાર ખેડૂતો (Farmers)ને 100% પૈસા આપી રહી હોય, પરંતુ રાજ્યોની ભૂમિકા પણ ઓછી નથી. મહેસૂલ રાજ્યનો વિષય છે, તેથી કોણ ખેડૂત છે અને કોણ નથી તે ચકાસવાનું કામ રાજ્યોનું છે.
આ યોજનામાં રાજ્યોને પાંચ ટકા લાભાર્થીઓની સરપ્રાઈઝ ચેકિંગ કરવાનો પણ અધિકાર છે. આ યોજનામાં તેમની સત્તાનો ઉપયોગ કરીને, વિવિધ રાજ્યોએ 60,29,628 ખેડૂતોની ચુકવણી અટકાવી દીધી છે. પ્રશ્ન એ છે કે આવું કેમ થયું?
જે લોકોના પૈસા રોકવામાં આવ્યા છે તે ખેડૂતો ન હતા અથવા તેમના રેકોર્ડમાં કોઈ વિસંગતતા હતી? હકીકતમાં, ઘણા રાજ્યોમાં, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓએ આ યોજનામાંથી ખોટી રીતે પૈસા ઉપાડી લીધાના કિસ્સાઓ સામે આવ્યા છે.
આવી સ્થિતિમાં રાજ્ય સરકારોએ નાની-નાની ગરબડ પર પણ પેમેન્ટ રોકવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને રેવન્યુ રેકોર્ડ, બેંક એકાઉન્ટ અથવા આધાર કાર્ડમાં સ્પેલિંગ મિસ્ટેક પર.
તમે જોયું જ હશે કે લાંબા સમયથી પશ્ચિમ બંગાળ સરકારે તેના રાજ્યના ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ લેવા દીધો ન હતો. જ્યારે કેન્દ્ર સરકાર પૈસા આપવા માંગતી હતી. આ એટલા માટે હતું કારણ કે રાજ્ય સરકાર એ જણાવતી ન હતી કે અરજદારોમાંથી કેટલા ખેડૂતો હતા.
જ્યારે રાજ્ય સરકારો પોતપોતાના ખેડૂતોના ડેટાની ચકાસણી કરીને કેન્દ્રને મોકલે છે, ત્યારે જ કેન્દ્ર સરકાર તેના નાણાં ટ્રાન્સફર કરે છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા મોકલતી નથી. રાજ્યો દ્વારા મોકલવામાં આવેલા ડેટાના આધારે, પૈસા પહેલા રાજ્યોના ખાતામાં જાય છે. પછી તે રાજ્યના ખાતામાંથી ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવે છે.
સૌથી પહેલા તમારું સ્ટેટસ ચેક કરો. આ માટે, યોજનાની વેબસાઇટ (pmkisan.gov.in) પર ‘ફાર્મર કોર્નર’ના Beneficiary Status પર ક્લિક કરો. મોબાઈલ નંબર અથવા આધાર નંબર દાખલ કરો અને ક્લિક કરો અને જુઓ કે તેમાં શું લખ્યું છે. કયા કારણોસર પૈસા આવ્યા નથી.
તેની પ્રિન્ટ લો અને જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે વાત કરો. જો ત્યાં કોઈ ઉકેલ ન મળે, તો યોજનાની હેલ્પલાઈન (PM-Kisan Helpline No 155261/011-24300606)નો સંપર્ક કરો.
જો તમે આ યોજનામાં અરજી કરી રહ્યા છો, તો બધા દસ્તાવેજોમાં નામ અને પિતાના નામનો સ્પેલિંગ તપાસો. રેવન્યુ રેકોર્ડ ભરતી વખતે ખાસ કાળજી રાખો. ઠાસરા નંબર ખોટો ન હોવો જોઈએ. જો આધાર નંબર ખોટી રીતે નાખ્યો હોય તો તેને એડિટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જો અન્ય કોઈ ભૂલ હોય તો સંબંધિત એકાઉન્ટન્ટ સાથે વાત કરો.
મોટાભાગના ખેડૂતોના નાણાં રોકી રાખવાનું કારણ રેવન્યુ રેકોર્ડ, આધાર અથવા બેંક ખાતામાં ગરબડ છે. જણાવી દઈએ કે આ યોજનામાં લગભગ 33 લાખ એવા લાભાર્થીઓ છે, જેમણે ખોટી રીતે પૈસા લીધા છે. તેમની રિકવરીની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો: Viral: ગોરમહારાજે લગ્ન મંડપમાં વર-કન્યા વચ્ચે રાખી સ્પર્ધા, રીઝલ્ટ માટે જુઓ મજેદાર વીડિયો
આ પણ વાંચો: Surat માં અરેરાટી ભરી ઘટના: કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા સૂતેલા 5 મજૂરોનું મોત, 20 સારવાર હેઠળ