PM Fasal Bima Yojana : આ યોજનાથી ખેડૂતોને મળશે નુકસાનનું પણ વળતર, ફસલ બીમા યોજના માટે આ રીતે કરો અરજી

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતો તેમના પાકને કુદરતી આફતથી બગડતા બચાવી શકશે. આ યોજના 18 ફેબ્રુઆરી 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી.

PM Fasal Bima Yojana : આ યોજનાથી ખેડૂતોને મળશે નુકસાનનું પણ વળતર, ફસલ બીમા યોજના માટે આ રીતે કરો અરજી
PM Fasal Bima Yojana ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 1:51 PM

કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક (Farmers income) વધારવા માટે સતત કાર્યશિલ છે. આ માટે ઘણી યોજના પણ બહાર પાડવામાં આવી છે. જે પૈકી એક યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY). આ યોજના હેઠળ કોઈપણ કુદરતી આફતને કારણે પાકના નુકસાનને આવરી લેવામાં આવે છે. આ યોજના 18 ફેબ્રુઆરી 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Pm modi) લોન્ચ કરી હતી. પાક નિષ્ફળ જવાના કિસ્સામાં આ યોજના હેઠળ વીમા કવચ ઉપલબ્ધ છે. જે ખેડૂતોની આવકને સ્થિર કરવામાં મદદ કરે છે.

કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યોજના હેઠળ અત્યાર સુધીમાં 36 કરોડથી વધુ ખેડૂત અરજદારોનો વીમો લેવામાં આવ્યો છે અને આ વર્ષે 4 ફેબ્રુઆરી સુધી, 1,07,059 કરોડ રૂપિયાથી વધુના દાવા ચૂકવવામાં આવ્યા છે. આ યોજનામાં નોંધાયેલા લગભગ 85 ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે.

કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યોજના હેઠળ અત્યાર સુધીમાં 36 કરોડથી વધુ ખેડૂત અરજદારોનો વીમો લેવામાં આવ્યો છે અને આ વર્ષે 4 ફેબ્રુઆરી સુધી, 1,07,059 કરોડ રૂપિયાથી વધુના દાવા ચૂકવવામાં આવ્યા છે. આ યોજનામાં નોંધાયેલા લગભગ 85 ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વર્ષ 2020 માં આ યોજનામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. હવે જો કોઈ કુદરતી કારણોસર પાક બરબાદ થઈ જાય તો સૌથી પહેલા વીમા કંપનીને 72 કલાકની અંદર જાણ કરવાની રહેશે. જે પછી વીમા કંપની ક્ષેત્રોનું નિરીક્ષણ કરવા માટે અધિકૃત વ્યક્તિને મોકલશે. તે વ્યક્તિ ખેતરોમાં ક્ષતિગ્રસ્ત પાકનું મૂલ્યાંકન કરશે અને વીમા કંપનીને રિપોર્ટ સબમિટ કરશે. આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ ખેડૂતને તેનું વળતર મળે છે.

કેવી રીતે અરજી કરવી?

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી માટે રજીસ્ટ્રેશન પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની અધિકૃત વેબસાઈટ pmfby.gov.in પર કરવાની રહેશે. આ માટે રજીસ્ટ્રેશન દરમિયાન પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે. તે જ સમયે, ઑફલાઇન અરજી કરવા માટે તમે કોઈપણ નજીકની બેંકમાંથી આ વીમા યોજનાનો લાભ લઈ શકો છો.

આ રીતે કરો આવેદન

PMFBY ની ઓફિશિયલ વેબસાઇટની https://pmfby.gov.in/ મુલાકાત લો હોમપેજ પર ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો હવે તમારા મોબાઈલ નંબરથી લોગિન કરો અને જો તમારી પાસે ખાતું ન હોય તો ગેસ્ટ ફાર્મર તરીકે લોગિન કરો નામ, સરનામું, ઉંમર, રાજ્ય વગેરે જેવી બધી જરૂરી વિગતો દાખલ કરો. છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.

પીએમ ફસલ બીમા યોજના માટે જરૂરી દસ્તાવેજો –

રેશન કાર્ડ બેંક એકાઉન્ટ નંબર આધાર સાથે લિંક કરેલ છે. ઓળખપત્ર ખેડૂતનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો ફાર્મ ઠાસરા નંબર ખેડૂતનું રહેઠાણ પ્રમાણપત્ર. જો ખેતર ભાડે લેવામાં આવ્યું હોય, તો ફાર્મના માલિક સાથેના કરારની ફોટોકોપી.

આ પણ વાંચો : US President on Russia Ukraine Conflict: રશિયા યુક્રેન પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરવાની દિશામાં, 100થી વધુ ફાઈટર જેટ એલર્ટ પર

આ પણ વાંચો : Maharashtra: નવાબ મલિક EDની ઓફિસે પહોંચ્યા, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેના સંબંધોનો આરોપ, પૂછપરછનું કારણ સ્પષ્ટ નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">