ખેડૂતોએ મે માસમાં મગફળી, તલ, કપાસ અને જુવારના પાકમાં કરવાના થતા ખેતી કાર્યો

|

May 06, 2021 | 6:56 PM

પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે.

ખેડૂતોએ મે માસમાં મગફળી, તલ, કપાસ અને જુવારના પાકમાં કરવાના થતા ખેતી કાર્યો
File Photo

Follow us on

પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે. તો, ચાલો જાણીએ કે ખેડૂતોએ મે માસમાં મગફળી, તલ, કપાસ અને જુવારના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

મગફળી:
* મગફળી ઉપાડ્યા પછી તે મગફળીના જ બીજનું તુરત વાવેતર કરવું નહિ. તેમનો ડોર્મંસી પીરીયડ પૂરો થયા પછી જ વાવેતર કરવું.
* જમીનમાં ભેજ હોય ત્યારે ઉનાળુ મગફળીને ઉપાડી ઢગલા અઠવાડીયું સુકાયા બાદ, પાથરા ફેરવી, ડોડવામાં 8 ટકા ભેજ હો ત્યારે થ્રેસિંગ કરવું.
* જમીનમાં ભેજનું પ્રમાણ અને શીદ્રતા જાળવી રાખવી. તે માટે આગલા પાકનાં ઝાડીયા-મુળિયા, કાંકરા વીણી જમીનને ચોખ્ખી કરો.
* આગોતરા વાવેતર માટે જમીનમાં ઢાળ હોય તો ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવું.

તલ:
* ઉનાળુ તલ પીળા પડી જાય પછી કાપણી કરી, ઉભડા કરવા.
* તે પછી તલ સુકાઈ જાય ત્યારબાદ ખેરી તલનું ગ્રેડીંગ કરી કોથળા ભરી લેવા.
* તલના પાકની કાપણી પાક પીળો પડી જાય ત્યારે કરવી. કાપણી બાદ 7 તથા 15 દિવસે એમ બે વાર ખેરવાની ભલામણ કરવામાં આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કપાસ:
* જમીનને ખેડ કરી સમતલ બનાવો ઢાળ ઓછો કરો અને આ માસમાં છાણીયું (કમ્પોસ્ટ) ખાતર ચાસમાં ભરી દેવું.
* કપાસનું આગોતરું વાવેતર કરવું નહિ. તેમજ વાવેતર પહેલાં જમીનની ચકાસણી કરાવો.
* તમારા વિસ્તારમાં જે જાત સારું ઉત્પાદન આપતી હોય તે જાતનું બિયારણ ચોમાસા પહેલા મેળવી લેવી.
* કપાસનો પાક પૂરો થયા બાદ શેઢા-પાળા ઉપર રહેલ નિંદામણો તેમજ અન્ય બિનજરૂરી છોડનો નાશ કરવો.
* પેરાથીયોન ભૂકી શેઢા-પાળા તેમજ જ્યાં ઢાંલીયા કીટક બેસે છે ત્યાં છંટકાવ કરવો.

જુવાર
* દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
* ઉનાળુ ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.

Next Article